Get The App

ઓમિક્રોનના દર્દીઓમાં સૌથી વધારે જોવા મળતા 2 લક્ષણ, સાધારણ સમજવાની ભૂલ ના કરો

Updated: Jan 24th, 2022

GS TEAM

Google News
Google News
ઓમિક્રોનના દર્દીઓમાં સૌથી વધારે જોવા મળતા 2 લક્ષણ, સાધારણ સમજવાની ભૂલ ના કરો 1 - image


નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2022 સોમવાર

કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી થયેલા વિભિન્ન અધ્યયનોના આધારે કહેવામાં આવી રહ્યુ છે કે ડેલ્ટાની સરખામણી ઓમિક્રોનમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનુ જોખમ ઘણુ ઓછુ છે પરંતુ તેમ છતાં ઓમિક્રોનથી બચીને રહેવુ જ સમજદારી છે, કેમ કે આ ડેલ્ટાથી 4 ગણો ઝડપથી ફેલાય છે.

ઓમિક્રોનના લક્ષણ શરદીના લક્ષણો સાથે મળે છે. શરૂઆતી સ્ટડીથી જાણ થાય છે કે આ નવો વેરિઅન્ટ ઘણો હળવો છે, પરંતુ સામાન્ય તાવ, ગળામાં ખરાશ, શરીરમાં વધારે દર્દ, રાતે પસીનો, ઉલ્ટી અને ભૂખ ન લાગવી જેવા લક્ષણ શરીરમાં ઓમિક્રોનની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે.

સ્ટડી અને રિસર્ચના આધારે ઓમિક્રોનના નવા-નવા લક્ષણ સામે આવી રહ્યા છે. વિભિન્ન અધ્યયનોના નિષ્કર્ષના આધારે 2 એવા લક્ષણ સામે આવ્યા છે, જે મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યા છે.

આ 2 લક્ષણોથી રહો સાવધાન

સ્ટડી અનુસાર ઓમિક્રોનના 2 લક્ષણોમાં વહેતુ નાક અને માથાનો દુખાવો પણ સામેલ છે. જે સૌથી વધારે જોવા મળી રહ્યા છે. લંડનના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, વહેતુ નાક અને માથાનો દુખાવો કેટલાક અન્ય સંક્રમણના લક્ષણ છે પરંતુ કોવિડ-19 કે ઓમિક્રોનના લક્ષણ પણ હોઈ શકે છે. જો કોઈનામાં આ 2 લક્ષણ જોવા મળે તો તેને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. 

Tags :