Get The App

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
omar-abdullah


J&K CM Omar Abdullah reaches the govt hospital: ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. આ દરમિયાન, ગુરુવારે (8 મે, 2025) ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર થયો હતો. 

ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ

આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. તેમજ પાકિસ્તાને પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે. જ્યારે 43 જેટલા ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઘાયલોની લીધી મુલાકાત 

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.

આ પણ વાંચો: Fact Check: ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એટીએમ સેવા બંધના અહેવાલ ખોટા, રેન્સમવેર અટેકની માહિતી પણ ફેક

ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી 2 - image

Tags :