OLXમાં છટણીનો દોર: ભારત સહિત વિશ્વભરના 15% કર્મચારીઓને છુટ્ટા કરશે
નવી દિલ્હી,તા. 31 જાન્યુઆરી 2023, મંગળવાર
છેલ્લા કેટલાક મહિનામાં ઘણી ટેક કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. OLX ગ્રુપે પણ તેના વૈશ્વિક કર્મચારીઓમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, તેની સેવાઓની માંગના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીમાંથી લગભગ 1,500 કર્મચારીઓને દૂર કરવામાં આવશે.
OLX છટણીથી કેટલા ભારતીય કામદારોને અસર થશે. OLXના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ખર્ચ ઘટાડવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. અગાઉ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, એસએપી, ટ્વિટર અને મેટા જેવી મોટી ટેક કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ કંપનીઓ મંદી અને માંગમાં ઘટાડાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે.