ઓલા ઇલેક્ટ્રિક ેઅને એથર ઇ-સ્કૂટર ખરીદનારાઓને ચાર્જરના પૈસા પરત કરશે
આ નિર્ણયથી ઇવી ક્રાંતિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા થશે તથા અન્ય કંપનીઓ અમારી આ પહેલને અનુસરશે ઃ ઓલા ઇલેક્ટ્રિક
ઇવી ઇકોસિસ્ટમના વિશાળ હિતમાં લેવાયેલો નિર્ણય
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
ઓલા ઇલેક્ટ્રિક અને એથર એનર્જીઅ ઇવી ઇકોસિસ્ટમના વિશાળ
હિતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારાઓને ચાર્જરની કીંમત પરત કરવાનો નિર્ણય લીધો છે.
ટ્વિટર પર એક નિવેદનમાં ઓલાએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક
વાહન ઉદ્યોગે છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
ઓલાએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગના એક નેતાના રૃપમાં
અમે અમારા ગ્રાહકોને પ્રથમ રાખવા માટે કટિબદ્ધ છીએ. આ માટે ટેકનિકલ બાબતોને અલગ
રાખીને અન્ય કંપનીઓ અનુસરે તે માટે ઉદાહરણ સ્વરૃપે અમે તમામ ગ્રાહકોને ચાર્જરના
નાણા પરત કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આ નિર્ણયથી ઇવી ક્રાંતિ
પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરશે તથા વિશ્વાસને મજબૂત કરવા તથા
ગ્રાહકો માટે વધુ મૂલ્ય જોડવાનું પણ કાર્ય કરશે.
ઓલાએ પરત કરવાની થતી કુલ રકમ અંગે માહિતી આપી નથી. સરકારી
અધિકારીઓના સંદર્ભથી આ રકમ ૧૩૦ કરોડ રૃપિયા હોવાનો અંદાજ છે.
એથર એનર્જીએ એક અલગ નિવેદનમાં ટ્વિટર પર જણાવ્યું છે કે
છેલ્લા કેટલાક સપ્તાહમાં કંપની ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી સાથે બંડલિંગ ચાર્જરના
વિષય પર ભારે ઉદ્યોગ મંત્રાલય સાથે ચર્ચા કરી રહી છે.