મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો
Ola and Uber drivers on strike in Mumbai : મુંબઈમાં ઓલા અને ઉબેરના ભાગીદારોએ આજે મંગળવારે (15 જુલાઈ, 2025) ભાડામાં તર્કસંગતતા અને અન્ય મુખ્ય માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. જેમાં મહારાષ્ટ્રભરમાંથી હજારો ડ્રાઇવરો વિરોધ પ્રદર્શન માટે આઝાદ મેદાન ખાતે એકઠા થયા હતા. આ દરમિયાન ફૂડ એગ્રીગેટર એપ્સના ગિગ વર્કર્સ પણ તેમની સાથે હાજર હતા. તેવામાં અનેક ડ્રાઈવરોએ મુંબઈના મુસાફરોને ધમકાવ્યા અને પોતાની કેબ અને ઓટોમાંથી ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. વિરોધ કરનારા ડ્રાઈવરોની માગમાં બાઈક અને ટેક્સીઓ પર સંપૂર્ણ રીતે રોક લગાવાનો પણ સમાવેશ થાય છે.
પ્રદર્શનકારીઓ શું કરી માગ?
વિરોધ કરનારા લોકોએ ભાડાનું તર્કસંગત કરવું, મીટર કેબ મુજબ ભાડું, બાઇક ટેક્સી પર સંપૂર્ણ પ્રતિબંધ, કેબ અને ઓટો પરમિટ પર મર્યાદા, કેબ અને ટેક્સી ડ્રાઇવરોના કલ્યાણ બોર્ડને કાર્યરત બનાવવા અને મહારાષ્ટ્ર ગિગ વર્કર્સ એક્ટ લાવવાની મુખ્ય માંગણી છે.
કેબ ડ્રાઈવરે શું કહ્યું?
એક કેબ ડ્રાઈવરે કહ્યું કે, 'બાઈક એપ પ્રતિબંધ હોવા છતાં કામ કરી રહ્યા છે અને પરિવહન વિભાગમાં કાયદાનું શાસન નથી. અનેક વખતે ઉલ્લંઘન કર્યા છતાં તેમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેબ એગ્રીગેટર કંપનીઓ દ્વારા અમને ધક્કા મારીને અને છેતરપિંડી કરીને અમારી સાથે અન્યાય કર્યો છે. હવે અમે વધુ ચુપચાપ બધુ સહન નહીં કરીએ.'
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન
અનેક મુસાફરોએ હાલાકીને લઈને વર્ણવી સ્થિતિ
મુસાફરોએ જણાવ્યું હતું કે, તેમને મુસાફરી દરમિયાન અધવચ્ચે જ કેબમાંથી ઉતારીને જબરદસ્તી યાત્રા પૂર્ણ કરવા મજબૂર કર્યા હતા. એક મુસાફરે કહ્યું કે, 'કેટલાક 4-5 લોકો ઓલા-ઉબેરના વાહનોને રોકીને કહી રહ્યા હતા આજે હડતાળ છે અને આવું કહીંને તેમની યાત્રા સમાપ્ત કરવા દબાણ કરી રહ્યા હતા. જોકે, તેમની વાત ન સ્વીકારમાં આવે તો મારમારી કરીને વાહનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.