India

'અધિકારીઓ મારાથી પણ સારી એક્ટિંગ કરે છે', કંગના રણૌતે બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપ સાંસદ કંગના રણૌતે MPLADS ફંડના ધીમા ઉપયોગ મુદ્દે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. વાયરલ વીડિયોમાં, કંગનાએ 11 કરોડમાંથી માત્ર 50 લાખ રૂપિયા ખર્ચ થવા અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે BDO સ્તરના અધિકારીઓને જવાબ માગ્યો અને અધૂરા કાર્યો અંગે કડક સૂચનાઓ આપી. કંગનાએ ફંડમાં ગેરરીતિના આરોપો પણ લગાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'અધિકારીઓ મારાથી પણ સારી એક્ટિંગ કરે છે', કંગના રણૌતે બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો

Kangana Ranaut Meeting Video Viral: હિમાચલ પ્રદેશના મંડી સંસદીય ક્ષેત્રમાં ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી’ની બેઠક દરમિયાન ભાજપ સાંસદ કંગના રણૌતે MPLADS સ્કિમ અંતર્ગત ફંડના ધીમું વાપરવા મામલે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ વાઇરલ વીડિયોમાં સાંસદે નારાજણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમના સાંસદ ફંડમાં અંદાજે 11 કરોડ રૂપિયા હતા, પરંતુ અધિકારીઓએ માત્ર 50 લાખ રૂપિયા જ ખર્ચ્યા છે. તેમણે BDO સ્તરના અધિકારીઓને ધીમા ખર્ચ માટે સવાલ કર્યા હતા અને ખર્ચના પર્ફોર્મન્સનો રિપોર્ટ માગ્યો હતો.

‘મારે દરેક મીટિંગમાં નકામી દલીલો સાંભળવી પડે છે’

કંગના રણૌતે બેઠકમાં કડક શબ્દોમાં કહ્યું હતું કે, ‘મને આ બેકાર જૂઠા વચનો ના સંભળાવો. મને દરેક દિશા કમિટીની બેઠકમાં આ જ સાંભળવા મળે છે.’ તેમણે કહ્યું કે, ‘જ્યારે મેં દિશા કમિટીની બેઠકમાં MPLADS ફંડ મામલે પૂછ્યું તો મને જણાવવામાં આવ્યું કે, કોઈ તકલીફ નથી અને લગભગ 90 ટકા ફંડ ખર્ચ થઈ ગયું છે, પરંતુ વાસ્તવિક ખર્ચના આંકડાઓ મેળ ખાતા નથી.’

અધિકારીઓ સારી એક્ટિંગ કરે છેઃ કંગના

ભાજપ સાંસદે દાવો કર્યો હતો કે, એક સાંસદ તરીકે તેમને કામ કરવાને લઈને નેશનલ મીડિયામાં તેમનો મજાક ઉડાડવામાં આવે છે. તેમણે અધિકારીઓ પર વ્યંગ કરતા કહ્યું કે, ‘અધિકારીઓ મારાથી પણ સારી એક્ટિંગ કરે છે.’

ફંડમાં ગરબડના આરોપ

કંગનાએ એજન્સીઓના હવાલાથી આરોપ લગાવ્યાં છે કે, MPLADSના 30થી 40 ટકા ભાગ ખોટા લાભાર્થીઓમાં વહેંચવામાં આવ્યો છે અને અધિકારીઓ આ પૈસા વસૂલી શકતા નથી. વિકાસ ફંડના સંચાલન પર ભડકતા તેમણે બેઠકમાં અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, લોકો અધૂરી પડેલી વિકાસ યોજનાઓ અંગે રીલ્સ બનાવી રહ્યા છે અને અહીંયા અધિકારીઓ કચેરીઓમાં બેસીને હસી રહ્યા છે અને તેમને જ દોષ આપી રહ્યા છે.’

મંડીના સાંસદ કંગનાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, વિસ્તારમાં અટકેલા વિકાસ કાર્યો ઝડપથી પૂરા કરવામાં આવે. તેમણે ખાસ ભાર મૂક્યો કે, હાલમાં રહેલા સાંસદ ફંડનો યોગ્ય અને સમયબદ્ધ રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.