VIDEO: કોરોમંડલ એક્સપ્રેસના અકસ્માત પહેલાનો હ્રદય કંપાવતો વીડિયો આવ્યો સામે, ટ્રેનમાં આ રીતનો હતો માહોલ
આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય રહ્યો છે
પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો
ગયા અઠવાડિયે ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 1 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્તો થયા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ત્રણ ટ્રેન અકસ્માતની તપાસ સંભાળી લીધી છે. રેલવેએ કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો.
સફાઈ કામદાર રાત્રે ફર્શ સાફ કરતો અને અચાનક આવ્યા આવા દ્રશ્યો
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સફાઈ કર્મચારી રાત્રે કોચના ફ્લોરની સફાઈ કરી રહ્યો હતો અને મુસાફરો પોતાની બર્થ પર આરામ કરી રહ્યા હતા. પછી અચાનક એક આંચકો લાગ્યો અને જોરથી ચીસો-ચીસી વચ્ચે કેમેરા ધ્રૂજવા લાગે છે. આમ, અચાનક જ આ વિડિઓ સમાપ્ત તે પહેલા ચીસો સાથે બધું દ્રશ્યો દેખાવાના બંધ થઇ જાય છે અને ત્યાં અંધારું જોવા મળે છે.
સીબીઆઈ દ્વારા અકસ્માતની તપાસ શરુ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ 3-ટ્રેન અકસ્માતની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવેએ કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો. ઓડિશા પોલીસે ટ્રેન દુર્ઘટનામાં "બેદરકારીથી મૃત્યુ અને જીવન માટે જોખમ ઉભું કરવાના" આરોપમાં કેસ નોંધ્યો છે.