હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
Image Twitter |
Odisha Fevikwik eyes accident : ઓડિશાના કંધમાલ જિલ્લાના ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક સૂતેલા સહાધ્યાયીઓ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી દીધી હતી. જેના કારણે આ વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલનો હોવાનું કહેવાય છે. કલેક્ટરે હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
'વિદ્યાર્થીઓ રાત્રે હોસ્ટેલમાં સૂતા હતા ત્યારે...'
મળતી માહિતી પ્રમાણે કંધમાલ જિલ્લાના ફિરંગિયા તાલુકાના સલાગુડામાં સેવાશ્રમ સ્કૂલ છે. અહીં શુક્રવારે મોડી રાત્રે જ્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સૂતા હતા, ત્યારે કેટલાક સહાધ્યાયીઓ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી હતી. જેના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી.
જેથી વિદ્યાર્થીઓ આંખો ખોલી શકતાં ન હતા
આંખો ચોટી જવાના કારણે વિદ્યાર્થીઓ આંખો ખોલી શકતાં ન હતા. જેથી તેમને તાત્કાલિક ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરાવવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યા હાલમાં આ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. ડોક્ટરે પુષ્ટી કરી કે, ફેવીકિક નાખવાથી આંખોને નુકસાન થયું છે. જો કે, સમયસર સારવાર મળતા ગંભીર ઘટનાને રોકી શકવામાં સફળતા મળી હતી.
ક્લેક્ટરે તપાસનો આદેશ આપ્યો
વિદ્યાર્થીઓની આંખોમાં કેમ ફેવિકિક નાખવામાં આવ્યું તે જાણવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તો, હોસ્ટેલમાં આ ઘટના કેવી રીતે બની તે જાણવા માટે કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે કલેક્ટરે પણ આ કેસની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.