India

ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખેલ, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ લાભ

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
ઓડિશાની મોહન ચરણ માઝી સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દાયકાઓથી ચાલી આવતી અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) માટે અનામતની મર્યાદા લગભગ બમણી કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખેલ, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ લાભ
File Photo

Odisha Reservation: ઓડિશાની મોહન ચરણ માઝી સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દાયકાઓથી ચાલી આવતી અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) માટે અનામતની મર્યાદા લગભગ બમણી કરી દેવામાં આવી છે.

અનામતનું નવું માળખું

ઓડિશાના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, હવે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની વહેંચણી નવા દરો પર થશે. ST (અનુસૂચિત જનજાતિ): અનામત 12% થી વધારીને 22.50% કરાયું છે. SC (અનુસૂચિત જાતિ): કોટા 8% થી વધારીને 16.25% કરાયો છે. SEBC (પછાત વર્ગ): પ્રથમ વખત 11.25% બેઠકો અનામત રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ ફેરફારો છતાં સરકારે કુલ અનામતને 50% ની મર્યાદામાં જ રાખી છે, જેથી કોઈ કાનૂની ગૂંચ ઉભી ન થાય.

મેડિકલ અને એન્જિનિયરિંગની બેઠકો પર અસર

આ નિર્ણયથી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે રાજ્યની કુલ 2,421 બેઠકોમાંથી હવે ST માટે 545 (પહેલા 290 હતી) અને SC માટે 393 (પહેલા 193 હતી) બેઠકો ફાળવવામાં આવશે. SEBC માટે 272 બેઠકો સુરક્ષિત રહેશે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કુલ 44,579 બેઠકોમાંથી ST ને 10,030 અને SC ને 7,244 બેઠકો મળશે.

આ પણ વાંચો : મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800 થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે

વસ્તી અનુસાર અધિકાર

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે, આ પગલું આ સમુદાયોની વસ્તીના પ્રમાણમાં તેમને અધિકાર આપવા અને સામાજિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નીતિ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, ITI, પોલિટેકનિક અને આયુર્વેદ-કૃષિ વિજ્ઞાન જેવા તમામ ટેકનિકલ કોર્સમાં લાગુ પડશે.

રાજકીય વિશ્લેષણ

રાજકીય જાણકારો આને ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. SEBC ને પ્રથમ વખત અનામત આપીને અને SC-ST કોટામાં મોટો વધારો કરીને ભાજપે નવીન પટનાયકના ગઢમાં ગાબડું પાડવા અને મોટા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.