India

ઓડિશા: યુવતીએ બીજી જાતિના યુવક સાથે કર્યા લગ્ન, સમાજે કર્યો બહિષ્કાર, 40 પરિવારજનોનું કરાવ્યું મુંડન

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ઓડિશાના એક ગામથી ચોંકાવનારી ઘટના બની છે, જેણે સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. અહીં રાયગઢા જિલ્લાના કાશીપુર બ્લોકના ગોરોખપુર પંચાયતના બૈગનગુડા ગામમાં એક લવ મેરેજને લઈને જાતિગત ભેદભાવની માનસિકતા સામે આવી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓડિશા: યુવતીએ બીજી જાતિના યુવક સાથે કર્યા લગ્ન, સમાજે કર્યો બહિષ્કાર, 40 પરિવારજનોનું કરાવ્યું મુંડન

Inter Caste Marriage in Odisha: ઓડિશાના એક ગામથી ચોંકાવનારી ઘટના બની છે, જેણે સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. અહીં રાયગઢા જિલ્લાના કાશીપુર બ્લોકના ગોરોખપુર પંચાયતના બૈગનગુડા ગામમાં એક લવ મેરેજને લઈને જાતિગત ભેદભાવની માનસિકતા સામે આવી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. 

ગામની એક અનુસૂચિત જનજાતિ(ST) સમાજની એક યુવતીએ બીજા ગામના અનુસૂચિત જાતિ(SC)ના યુવક સાથે (આંતરજાતીય) લવ મેરેજ કરી લીધા. જેના કારણે યુવતીના પરિવાર અને તેના ગામના લોકો તેનાથી નારાજ થઈ ગયા. ગામલોકોએ તેને જાતિનું ઉલ્લંઘન માનતા કથિત રીતે યુવતીના પરિવાર પર દબાણ કર્યું કે તેમને ગામમાં રહેવું હોય તો તેમને શુદ્ધિકરણની પ્રક્રિયાથી પસાર થવું પડશે.

લવ મેરેજની પરિવારને મળી સજા

માહિતી અનુસાર, ગામલોકોએ યુવતીના પરિવારજનો પર દબાણ કર્યું કે, જો તેઓ જાતિમાં પરત ફરવા ઇચ્છતા હોય તો તેમને એક જાનવરની બલિ આપવી પડશે અને પછી મુંડન સંસ્કાર કરવા પડશે. ત્યારબાદ જ તેમને સમાજમાં ફરી સ્થાન મળશે. સમાજના દબાણમાં આવીને પરિવારના 40 સભ્યોએ મુંડન સંસ્કાર કરાવી લીધા. આ ઘટનાના સમાચાર મળતા જ કાશીપુરના બીડીઓ વિજય સોયે બ્લોક અધિકારીને ગામ જઈને તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. હવે તપાસ બાદ જ સત્ય સામે આવશે અને અધિકારીઓએ કહ્યું કે, જરૂર પડશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

બ્લૉક અધિકારી કરી રહ્યા છે તપાસ

જણાવી દઈએ કે, આ પ્રકારની ઘટનાઓ એ બતાવે છે કે આજે પણ આપણા સમાજમાં જાતિવાદ અને કુરીતિ રિવાજના મૂળ ઊંડે સુધી નખાયેલા છે. લવ મેરેજ જેવા અંગત નિર્ણયને પણ સામાજિક અપરાધ માનીને આ પ્રકારની શુદ્ધિકરણ પ્રક્રિયાને અપનાવવા ન માત્ર ગેરબંધારણીય છે પરંતુ માનવાધિકારોનું ખુલ્લુ ઉલ્લંઘન પણ છે. અમારી પાસે આ ઘટનાથી જોડાયેલા વીડિયો પણ છે, જેમાં કેટલાક લોકોને મુંડન સંસ્કાર કરતા જોઈ શકાય છે. હવે આ મામલે તપાસ કરાઈ રહી છે.