India

'હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી...' નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો

By GS TEAM
16 Sep 20252 mins read
TukuTouch Logo
આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અસમ સિવિલ સર્વિસના અધિકારી નુપૂર બોરાની ધરપકડ કરવામાં આવી છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, નુપૂર બોરા પર છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, તેમણે હિન્દુઓની જમીન કેટલાક શંકાસ્પદ લોકોને વેચી હતી, જેના બદલામાં તેમને મોટી રકમ મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી...' નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો

Assam Civil Officer Nupur Bora Arrested: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અસમ સિવિલ સર્વિસના અધિકારી નુપૂર બોરાની ધરપકડ કરવામાં આવી છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, નુપૂર બોરા પર છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, તેમણે હિન્દુઓની જમીન કેટલાક શંકાસ્પદ લોકોને વેચી હતી, જેના બદલામાં તેમને મોટી રકમ મળી હતી.

મંગળવારે આ મામલે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, 'નુપૂર બોરા વિરુદ્ધ જમીન વેચાણ સંબંધિત ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.'

કોણ છે નુપૂર બોરા?

અસમ સિવિલ સર્વિસના 2019 બેચના અધિકારી નુપૂર બોરા હાલમાં અનેક ગંભીર આરોપોને કારણે ચર્ચામાં છે. મૂળ અસમના ગોલાઘાટ જિલ્લાના રહેવાસી નુપૂર બોરા કામરૂપ જિલ્લાના ગોરોઈમારી વિસ્તારમાં સર્કલ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા.

શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી

નુપૂરની ફેસબુક પ્રોફાઇલ મુજબ તેણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ લિટરેચરમાં ડિગ્રી મેળવી છે અને કોટન કૉલેજમાં પણ અભ્યાસ કર્યો છે. સિવિલ સર્વિસમાં જોડાતાં પહેલા, તે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં લેકચરર તરીકે કામ કરતા હતા.

તેણે માર્ચ 2019માં કરબી આંગલોંગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે પોતાની વહીવટી કારકિર્દીની શરુઆત કરી અને જૂન 2023 સુધી ત્યાં સેવા આપી. ત્યારબાદ, જૂન 2023માં તેમને બારપેટામાં સર્કલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી તેમનું ટ્રાન્સફર કામરૂપમાં કરવામાં આવ્યું.

આ પણ વાંચો: એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામાં, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ

જમીન કૌભાંડનો આરોપ

નુપૂર બોરા પર બારપેટામાં ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની સરકારી અને ધાર્મિક ટ્રસ્ટની જમીનો શંકાસ્પદ લોકોને ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંની મોટાભાગની જમીનો હિન્દુઓની હતી, જે કથિત રીતે મુસ્લિમોના નામે કરવામાં આવી છે. માત્ર છ વર્ષની નોકરીમાં જ તેમની સંપત્તિમાં અસામાન્ય વધારો થયો હોવાના પણ આરોપો છે.

સોના અને રોકડ ક્યાંથી આવ્યા?

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. ટીમે નુપૂર બોરાના ઘરે દરોડા પાડતાં લગભગ 90 લાખ રૂપિયાથી વધુ રોકડ અને લગભગ 1 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. આમ, તેમની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. હાલમાં, નુપૂર બોરા પોલીસ કસ્ટડીમાં છે.