mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

NTA એક્ઝામ કેલેન્ડર : જાન્યુઆરીથી શરુ થશે JEE Mains, મેથી NEET, જાણો CUET-UGC નેટ ક્યારે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વર્ષ 2024માં યોજાનારી દેશની મોટી પરીક્ષા માટેની તારીખો જાહેર કરી

JEE Mains 2024 ના પહેલું સત્ર જાન્યુઆરીમાં અને બીજુ સત્ર એપ્રિલમાં આયોજીત કરવામાં આવશે

Updated: Sep 19th, 2023

NTA એક્ઝામ કેલેન્ડર : જાન્યુઆરીથી શરુ થશે JEE Mains, મેથી NEET, જાણો CUET-UGC નેટ ક્યારે? 1 - image
Image Envato 

તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

JEE Mains એક્ઝામ સત્ર-1 જાન્યુઆરી - ફેબ્રુઆરી 2024માં આયોજીત કરવામાં આવશે, જ્યારે સત્ર -2  એપ્રિલ 2024માં યોજાશે. નીટ યુજી અને સીયુઈટી યુજીની પરીક્ષા  મે 2024માં આયોજીત કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વર્ષ 2024માં યોજાનારી દેશની મોટી પરીક્ષા માટેની તારીખો જાહેર કરી દીધી છે. ઉમેદવારો NTA ની અધિકૃત વેબસાઈડ પર જઈ પરીક્ષાનો શેડ્યુલ ચેક કરી શકે છે. 

મેડીકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 5મે ના રોજ યોજાશે

NTA એ JEE Mains પરીક્ષા 2024, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET UG 2024) કોમન યુનિવર્સિટી એન્ટ્રેસ એક્ઝામ (CUET UG and PG 2024) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. NTA પરીક્ષાના કેલેન્ડર પ્રમાણે JEE Mains 2024 પરીક્ષા બે સત્રોમાં ઓયાજીત કરવામાં આવશે. સૌથી મોટી મેડીકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 5મે ના રોજ યોજાશે.

 JEE  મુખ્ય પરીક્ષા 2024 માં બે સત્રમાં આયોજીત કરવામાં આવશે

આ સાથે ફાઈનલ એક્ઝામનું પરિણામ ત્રણ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મુખ્ય પરીક્ષા 2024 માં બે સત્રમાં આયોજીત કરવામાં આવશે. JEE Mains 2024 નું પહેલું સત્ર જાન્યુઆરીમાં (24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે) અને બીજુ સત્ર (1 અને 15 એપ્રિલ) માં આયોજીત કરવામાં આવશે. એ પછી NEET UG 2024 5મે ના રોજ પેન અને પેપર મોડમાં આયોજીત કરવામાં આવશે. 

NTA Exam કેલેન્ડર માટે અહીં ક્લીક કરો 

NTA Exam 2024 Dates

JEE Mains 2024 સત્ર 1 : 24 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી

JEE Mains 2024 સત્ર 2 : 1 થી 15 એપ્રિલ 2024

NEET UG 2024 :         5 મે 

CUET UG 2024 :         15 થી 31 મે 2024

CUET PG 2024 :         11 થી 28 માર્ચ 2024

UGC NET 2024 જૂન સત્ર : 10 થી 21 જૂન 2024 વચ્ચે


Gujarat