For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

G20 સંમેલનમાં ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાની ધમકી અપાઈ, ઉત્તરાખંડ પોલીસ વિભાગમાં હડકંપ

પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુએ ઉત્તરાખંડના રામનગરમાં યોજાનારી G20 કોન્ફરન્સમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવવાની ધમકી આપી

વિદેશમાં બેઠેલા પન્નુના રેકોર્ડેડ અવાજમાં આવા ધમકીભર્યા સંદેશા અનેક નંબરો પર આવ્યા

Updated: Mar 27th, 2023

Article Content Image

image : Wikipedia 


પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુએ ઉત્તરાખંડના રામનગરમાં યોજાનારી G20 કોન્ફરન્સમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવવાની ધમકી આપી છે. વિદેશમાં બેઠેલા પન્નુના રેકોર્ડેડ અવાજમાં આવા ધમકીભર્યા સંદેશા અનેક નંબરો પર આવ્યા હતા. રામનગરને ખાલિસ્તાનનો ભાગ ગણાવતા પન્નુએ કોન્ફરન્સ દરમિયાન ત્યાં ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડા ફરકાવવાની વાત કરી છે.

તપાસના આદેશ અપાયા 

આ મામલાની જાણ થતાં જ પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તપાસના આદેશ આપ્યા છે. STFએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. G20 કોન્ફરન્સ 28 થી 30 માર્ચ દરમિયાન રામનગરમાં યોજાવા જઈ રહી છે. જેમાં દેશ-વિદેશના મુલાકાતીઓ ભાગ લેવા ઉત્તરાખંડ પહોંચશે. ઉત્તરાખંડ સરકાર સતત તેની તૈયારીઓમાં લાગેલી છે. કોન્ફરન્સ પહેલા પન્નુના ધમકીભર્યા કોલથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. લોકોને વિવિધ ભારતીય નંબરો પરથી કોલ આવ્યા.

પન્નુએ આપી ધમકી 

જેમાં પન્નુ પહેલા મહેમાનોને ધમકીભર્યા અંદાજમાં કહી રહ્યો છે કે રામનગર ભારતનો નહીં, પરંતુ ખાલિસ્તાનનો ભાગ છે. સભા દરમિયાન રેલવે સ્ટેશન, એરપોર્ટ સિવાય શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડા ફરકાવશે. આ પછી તે મુખ્યમંત્રીને ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ઉત્તરાખંડમાં તેમના સંગઠનના લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે મુખ્યમંત્રી જવાબદાર રહેશે.

નંબર ટ્રેસ કરવાનું શરૂ કરાયું 

આ મામલો રાત સુધી ડીજીપી અશોક કુમારના ધ્યાન પર આવ્યા બાદ એસટીએફએ તે તમામ નંબર ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે જેના પર આવા રેકોર્ડેડ કોલ આવ્યા હતા. આ સાથે આ રેકોર્ડેડ કોલ કયા નંબર પરથી કરવામાં આવ્યો હતો તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પંજાબના અમૃતસર જિલ્લામાં 15-16 માર્ચે યોજાયેલી G20 કોન્ફરન્સ દરમિયાન પણ ગુરપતવંત પન્નુનો ધમકીભર્યો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં તેણે મુખ્યમંત્રી ભગવંત માન અને દેશના ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. 


Gujarat