Get The App

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ 1 - image


Mumbai Airport : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ-2ને સીધા મેટ્રો લાઈન-3 સાથે જોડતા એક ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરાયું છે. અગાઉ મુસાફરોને લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, જોકે હવે નવો ફુટ ઓવરબ્રિજ બનતા મુસાફરોને રાહત થી છે. આ બ્રિજ લાઇન-3 પરના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ ટર્મિનલ વચ્ચેનું અંતર ઘટી ગયું છે.

બ્રિજ નિર્માણાધીન મેટ્રો લાઇન 7Aથી 23 મીટર ઉપર બનાવાયો

અધિકારીઓએ જણાવ્યું કે, જે વિસ્તારમાં ફુટ ઓવરબ્રિજ બનાવાયો છે, તે આસપાસના અન્ય પ્રોજેક્ટ કે સુવિધાને કોઈપણ અડચણો ઉભી કર્યા વગર બનાવાયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના જણાવ્યા મુજબ, આ સ્ટીલ સ્ટ્રક્ચર 88 મીટર લાંબું, 4.3 મીટર પહોળું અને 3 મીટર ઊંચું છે. આ બ્રિજ નિર્માણાધીન મેટ્રો લાઇન 7Aથી 23 મીટર ઉપર બનાવવામાં આવ્યો છે.

એરપોર્ટ પરના મુસાફરોને રાહત

આ નવા ફુટ ઓવરબ્રિજથી હવાઈ મુસાફરો માટે ચાલવાનું અંતર 450 મીટરથી ઘટીને માત્ર 118 મીટર થઈ ગયું છે, જેનાથી એરપોર્ટ પર આવવા-જવાનું વધુ અનુકૂળ બનશે. મુસાફરોને હવે સામાન સાથે ટ્રાફિકવાળા રસ્તાઓ પાર કરવાની જરૂર પડશે નહીં.  મેટ્રો લાઇન 3, જેને 'એક્વા લાઇન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુંબઈનો પ્રથમ સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર છે. તે કફ પરેડથી આરે સુધી 33.5 કિલોમીટર સુધીનો છે અને તેમાં 27 સ્ટેશન છે.

Tags :