India

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ જ રહેશે કે, તેને કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Image Source: Twitter

Supreme Court On Uniform Civil Code: આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ જ રહેશે કે, તેને કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે.

ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે પર્સનલ લો ના કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓમાંથી બચવા માટ વિધાનસભાને તેના પર કામ કરવાનું સૂચન આપ્યું છે. 

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી

મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, દેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. કોર્ટે પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ... તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરીને તેની પત્નીને એકપક્ષીય રીતે તલાક આપી શકે છે.

કોર્ટે આગળ કહ્યું કે, 'શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં. તેથી આપણે મૂળભૂત ફરજોને પ્રભાવી બનાવવા માટે કાયદાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.' CJI સૂર્યકાંતે કહ્યું કે, જેમ સાચું જ કહેવામાં આવ્યું છે કે, તેનો જવાબ યુનિફોર્મ સિવિલ કોડ છે.

મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં તમામ મહિલાઓને સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે સમગ્ર ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે.

તમે અરજીમાં સુધારો કેમ નથી કરતા: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને ઉત્તરાધિકારના અધિકારોથી વંચિત રાખવા અંગે મુસ્લિમ પર્સનલ લો (શરિયા) એપ્લિકેશન એક્ટ, 1937ને પડકારતી અરજીમાં સુધારો કરવા માટે પણ કહ્યું છે. ચીફ જસ્ટિસે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, 'તમે અરજીમાં સુધારો કરીને વૈકલ્પિક જોગવાઈઓ પર વિચાર કેમ નથી કરતા? ભારતીય મહિલાઓના અધિકારોના એક મહત્ત્વપૂર્ણ ભાગને તેનાથી વંચિત કરવામાં આવી રહ્યો છે, આ સવાલ માત્ર 1937ના કાયદાનો નથી.'

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

આના પર વકીલ ભૂષણે કહ્યું કે, 'હું તે કરીશ, અને અમે અરજીમાં સુધારો પણ કરીશું.' આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાને મુલતવી રાખવામાં આવે, આ વચ્ચે અરજદારને સુધારેલી અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.