Get The App

જાણો, ભારતમાં 40 કરોડ લોકો પાસે સ્માર્ટફોન નથી, હવે સાદા ફોનથી પણ યૂપીઆઇ ડિજીટલ પેમેન્ટ થઇ શકશે

અત્યાર સુધી યૂપીઆઇ સેવા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી

મિસ્ડ કોલથી પણ પોતાના બેંક ખાતામાં લેવડદેવડ કરી શકશે

Updated: Mar 9th, 2022

GS TEAM


Google News
Google News
જાણો, ભારતમાં 40 કરોડ લોકો પાસે સ્માર્ટફોન નથી, હવે સાદા ફોનથી પણ યૂપીઆઇ ડિજીટલ પેમેન્ટ થઇ શકશે 1 - image


નવી દિલ્હી, 9 માર્ચ,2022,બુધવાર 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક એવી નવી યુપીઆઇ સેવાની જાહેરાત કરી છે જેમાં સ્માર્ટફોન ના હોય તે પણ યૂપીઆઇ દ્વારા ડિજીટલ લેણ દેણ કરી શકશે. યૂપીઆઇ તરત જ ટ્રાન્જેકશન કરવાની એક ડિજીટલ રીત છે જેને ભારત સરકારના રાષ્ટ્રીય ભુગતાન નિગમ ( એનપીસીઆઇ) દ્વારા 2016માં શરુ કરવામાં આવી હતી. નાણાકિય વર્ષ 2021માં કુલ 4100 અબજ રુપિયાનું ટ્રાન્જેકેશન યૂપીઆઇના માધ્યમથી થયું હતું જે 2022માં 7600 અબજ સુધી પહોંચ્યું.

અત્યાર સુધી યૂપીઆઇ સેવા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી પરંતુ યૂપીઆઇ 123 નામની નવી સેવાની મદદથી સાદા (કીપેડ) ફોન પરથી પણ ડિજીટલ પેમેન્ટ થઇ શકશે. સાદા ફોનમાં ગૂગલ કે એન્ડ્રોઇડ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોતી નથી પરંતુ સિમિત પ્રમાણમાં મલ્ટી મીડિયા સુવિધા હોય છે. આરબીઆઇની માહિતી મુજબ ભારતમાં 40 કરોડ લોકો આ પ્રકારના કીપેડ ફોનનો ઉપયોગ કરે છે. જેમના માટે યૂપીઆઇ 123 સેવા ઉપયોગી બનશે. 

આ રીતે સાદો ફોન ડિ઼જીટલ પેમેન્ટ માટે ખાસ બની જશે 

આ સેવા હેઠળ ઉપભોકતાઓને ચાર વિકલ્પ મળશે,  પહેલા તો એક વિશેષ પ્રકારની એપ મળશે જેના વડે ફીચર ફોન (કીપેડ) ધરાવતા સ્માર્ટફોનની જેમજ યૂપીઆઇનો ઉપયોગ કરી શકશે. બીજુ કે એક મિસ્ડ કોલ સેવા પણ મળશે જેના વડે તે એક નંબર પર મિસ્ડ કોલ આપીને  પોતાના બેંક ખાતામાં નાણાની લેવડદેવડ કરી શકશે.

આ મિસ્ડ કોલ નંબર દુકાનો પર આપવામાં આવશે તેનાથી સાદા ફોનનો ઉપયોગ કરતા ધારકો પણ ડિજીટલ પેમેન્ટ કરી શકશે.ફીચર ફોન પર એક ફોન આવશે જેમની સાથે વાત કરીને પોતાનો યૂપીઆઇ પીન નાખીને ટ્રાન્જેકશનને પ્રમાણિત કરી શકશે.  ત્રીજા વિકલ્પ સ્વરુપે પહેલાથી જ આપવામાં આવતા ઇંન્ટરેકિટવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર) નંબરો પર યૂપીઆઇથી પેમેન્ટ અને લેણદેણ કરી શકશે. ચોથા વિકલ્પમાં ધ્વની આધારિત ટેકનિકનો ઉપયોગ કરીને ધ્વની તરંગોની મદદથી પણ સંચાર શકય બનશે. 

 

Tags :