Get The App

યુપીના CM યોગીના નિવાસની બહાર બોમ્બ મૂકાયાની સૂચના મળતાં તંત્રમાં દોડધામ મચી

મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા

તપાસ બાદ ખુલાસો - અફવા સાબિત થઈ

Updated: Feb 17th, 2023

GS TEAM

Google News
Google News
યુપીના CM યોગીના નિવાસની બહાર બોમ્બ મૂકાયાની સૂચના મળતાં તંત્રમાં દોડધામ મચી 1 - image

image : Twitter


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસની બહાર  આજે બોમ્બ મૂકાયાના સમાચાર મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અહેવાલ આગની જેમ ફેલાતા પોલીસ વિભાગના મોટા મોટા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

અફવા સાબિત થઈ 

જોકે તપાસ બાદ જાણ થઈ કે આ માત્ર અફવા જ હતી. બોમ્બ સ્કવૉડ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં પણ અહીં વાહનોની અવર-જવર પર ધ્યાનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે.


Tags :