India

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી છે. ઇન્ડેન (Indane) અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક (Gross Taxable Income) ₹10 લાખથી વધુ છે. આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી બંધ કરી દેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ

LPG Subsidy Update: કેન્દ્ર સરકાર દ્વારા LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી છે. ઇન્ડેન (Indane) અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક (Gross Taxable Income) ₹10 લાખથી વધુ છે. આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી બંધ કરી દેવામાં આવશે.

ઇન્કમ ટેક્સ વિભાગના ડેટાથી થશે ઓળખ

તેલ કંપનીઓ હવે સીધી આવકવેરા વિભાગના રેકોર્ડનો ઉપયોગ કરી રહી છે. મોકલવામાં આવેલા મેસેજમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઉપલબ્ધ રેકોર્ડ મુજબ ગ્રાહક અથવા તેમના જીવનસાથીની સંયુક્ત આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. અગાઉ આ નિયમ 'સેલ્ફ-ડિક્લેરેશન' પર આધારિત હતો, પરંતુ હવે સરકારી ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા તેને સખત રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે.

નિયમ શું છે?

કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2015 માં જ આ નિયમ બનાવ્યો હતો કે જે પરિવારોની વાર્ષિક આવક ₹10 લાખથી વધુ છે, તેઓ સબસિડી માટે પાત્ર રહેશે નહીં. આ રકમ વ્યક્તિગત અથવા પતિ-પત્ની બંનેની સંયુક્ત આવક તરીકે ગણવામાં આવે છે. સરકારનો હેતુ એ છે કે આર્થિક રીતે સક્ષમ લોકો સબસિડી છોડે જેથી તેનો લાભ 'ઉજ્જવલા યોજના' અંતર્ગત જરૂરિયાતમંદોને આપી શકાય.

ભૂલથી નોટિસ મળી હોય તો શું કરવું?

જો તમારી આવક ₹10 લાખથી ઓછી છે અને તેમ છતાં તમને આવો મેસેજ મળ્યો છે, તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે 7 દિવસનો સમય છે:

ટોલ-ફ્રી નંબર: તમે તરત જ 1800-2333-555 પર સંપર્ક કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ઓનલાઈન પોર્ટલ: સંબંધિત તેલ કંપનીના ગ્રીવન્સ પોર્ટલ (જેમ કે IndianOil ના પોર્ટલ) પર જઈને વાંધો નોંધાવો.

ધ્યાન રાખો: જો તમે 7 દિવસમાં જવાબ નહીં આપો, તો તમારી સબસિડી કાયમી ધોરણે બંધ થઈ જશે.