Updated: Feb 1st, 2023
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2023, બુધવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે દેશનું આમ બજેટ રજૂ કરવામાં કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ નવા કરવેરાની જાહેરાત સાથે હવે આ વ્યવસ્થા દેશનું મુખ્ય માળખું બની ગયું છે. જો કે, જે લોકો જૂની કર વ્યવસ્થા મુજબ આવકવેરો ભરવા માંગતા હોય તો પણ ભરી શકશે.
આવક | પહેલા ભરવો પડતો ટૅક્સ | હવે ભરવો પડવો પડશે ટૅક્સ |
5 લાખ | શૂન્ય | શૂન્ય |
7 લાખ | 33,800 | શૂન્ય |
9 લાખ | 62,400 | 46,800 |
10 લાખ | 78000 | 62,400 |
12 લાખ | 1,19,600 | 93,600 |
15 લાખ | 1,95,000 | 1,58,000 |
ટૅક્સ રિબેટની મર્યાદા રૂ. 7 લાખ સુધી વધારી છે જેનાથી સ્ટાન્ડર્ડ ડિડક્શન અને છૂટ સાત લાખની આવક સુધી લઈ શકાશે.
નવા આવકવેરાના દરો આ મુજબ છે.
રૂ. 0-3 લાખ | શૂન્ય |
રૂ. 3-6 લાખ | 5% |
રૂ 6-9 લાખ | 10% |
રૂ 9-12 લાખ | 15% |
રૂ 12-15 લાખ | 20% |
15 લાખથી વધુ | 30% |