India

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો...

By GS TEAM
21 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નાદુરસ્ત તબિયતનું કારણ આપી 21 જુલાઈએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ માટે ફાળવવામાં આવતું નિવાસસ્થાન ખાલી કરશે અને નવા સરકારી નિવાસસ્થાનમાં રહેવા જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો...

Former Vice President Jagdeep Dhankhar Residence : ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નાદુરસ્ત તબિયતનું કારણ આપી 21 જુલાઈએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ માટે ફાળવવામાં આવતું નિવાસસ્થાન ખાલી કરશે અને નવા સરકારી નિવાસસ્થાનમાં રહેવા જશે.

ધનખડને નવો બંગલો ફાળવાશે

રિપોર્ટ મુજબ, શહેરી વિકાસ મંત્રાલય હેઠળના એસ્ટેટ્સ નિર્દેશાલયે લુટિયંસ ઝોનમાં 34, એપીજે અબ્દુલ કલામ રોડ પરનો ટાઈપ-8 શ્રેણીનો બંગલો ખાલી કરાવ્યો છે અને હવે આ બંગલો ટૂંક સમયમાં ધનખરને ફાળવવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, જો ધનખરને નવો સરકારી બંગલો પસંદ નહીં આવે તો અન્ય વિકલ્પ આપવામાં આવી શકે છે. નવો બંગલો ધનખડને ફાળવવા માટે તૈયાર કરાયો છે અને ટૂંક સમયમાં તેમને આપવામાં આવશે.

નવો બંગલો અત્યાધુનિક અને સુરક્ષિત

સૂત્રોનું કહેવું છે કે, જો ધનખડને નવો સરકારી બંગલો પસંદ નહીં આવે તો મંત્રાલય તેમને અન્ય વિકલ્પ આપશે. ધનખર માટે જે નવા બંગલાની પસંદગી કરવામાં આવી છે, તે તેમના આરામ, સુવિધાઓ અને સુરક્ષાને ધ્યાને રાખીને તૈયાર કરાયો છે. નવો બંગલો જોતા એવું લાગે છે કે, ધનખડને પદ અને પ્રતિષ્ઠા મુજબ અત્યાધુનિક અને સુરક્ષિત સરકારી મકાન આપવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિને ફાળવવામાં આવતા નિવાસસ્થાનના નિયમ

  • રાજ્યસભા સચિવાલય દ્વારા સંચાલિત નિયમો અને માર્ગદર્શિકાઓ હેઠળ, ભારતના ઉપરાષ્ટ્રપતિને નવી દિલ્હીમાં એક સત્તાવાર નિવાસસ્થાન ફાળવવામાં આવે છે. આ નિયમો ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિના પદની ગરિમા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
  • પૂર્વ ઉપરાષ્ટ્રપતિને લુટિયન્સ ઝોનમાં ટાઈપ-8 શ્રેણીનો સરકારી બંગલો ફાળવવામાં આવે છે. આ બંગલો તેમના પદ અને સુરક્ષા મુજબનો તેમજ સુવિધાજનક હોય છે.
  • નિયમ મુજબ તેમને તેમના પૈતૃક સ્થળે બે એકર જમીનનો વિકલ્પ પણ અપાય છે, જેથી જો તેઓ ઈચ્છે તો ત્યાં પોતાનું ઘર અથવા અન્ય બાંધકામ બનાવી શકે.
  • સરકારી નિવાસસ્થાનમાં સંપૂર્ણ સુરક્ષા, અત્યાધુનિક સુવિધા અને જરૂરી વહીવટી વ્યવસ્થાઓ હોય છે. પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ આરામ અને સુરક્ષા સાથે રહી શકે, તે ખાસ સુનિશ્ચિત કરવાનું હોય છે.
  • જો પૂર્વ ઉપરાષ્ટ્રપતિને ફાળવાયેલો નવો બંગલો પસંદ આવતો નથી તો મંત્રાલય તેમને અન્ય વિકલ્પો પણ આપે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતા ન રોકી શકીએ : સરકારનો જવાબ