એક એવુ ગામ જ્યાં છેલ્લા 50 વર્ષથી કોઇ બાળકનો નથી થયો જન્મ
- જાણો શું છે તેની પાછળનું રહસ્ય!
ભોપાલ, તા. 2 ઓક્ટોમ્બર 2017, સોમવાર
આપણા ઘરમાં કોઇ નવુ મહેમાન આવવાનુ હોય તો પરીવારના સભ્યોમાં ખુશીનો માહોલ જુદો જ હોય છે. પરીવારના સભ્યો નવા મહેમાનના આવવાની તૈયારીઓ મહીનાઓ પહેલા ચાલુ કરી દે છે.
પરંતુ તમને જાણીને નવાઇ લાગશે ભારતમાં એક એવુ ગામ આવેલુ છે. જ્યાં આજસુધી કોઇ બાળકે જન્મ નથી લીધો. મધ્યપ્રદેશના પાટનગરથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા રાજગઢના શંકરા મંજર નામના ગામમાં છેલ્લા 50 વર્ષથી કોઇ બાળકનો જન્મ નથી થયો.
ગામમા કોઇ બાળકનો જન્મ નથી થયો તે પાછળ પણ એક કારણ રહેલુ છે. ગામના લોકોનું માનવુ છે કે ગામની અંદર કોઇ બાળકનો જન્મ થશે તો તે બાળકનું મૃત્યુ થશે અથવા તે વિકલાંગ થઇ જશે. જેના ડરથી ગામના લોકોએ ગામની બહાર એક ઓરડી બનાવી રાખી છે. જેથી જે મહિલા બાળકને જન્મ આપવાની હોય તેની ડીલવરી આ ઓરડીમાં કરાવવામાં આવે છે.
આ ઉપરાંત ગામ લોકોનુ માનવુ છે કે એક જમાનામાં અંહી શ્રીકૃષ્ણનુ મંદીર હતુ. તેની પ્રવિત્રતાને જાળવી રાખવા માટે ગામનાં વડીલોએ મહિલાઓની ડિલિવરી ગામની બહાર થાય એમે નક્કી કર્યુ છે.