‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari On Petrol-Diesel Vehicles : દેશમાં પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રીક વાહનોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં દેશના રસ્તાઓ પર ટુ-વ્હીલરથી લઈને કાર-બસ સહિતના ઈલેક્ટ્રીક વાહનો દોડી રહ્યા છે. ત્યારે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એટલે કે દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગ ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે.
‘વાહન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પેટ્રોલ-ડીઝલના બદલે અન્ય વિકલ્પો અપનાવે’
કેન્દ્રીય મંત્રી ગડકરીએ નવી દિલ્હીમાં ‘બસવર્લ્ડ કૉન્કલેવ-2026’માં બોલતા વાહન ઉદ્યોગને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આવનારા સમયમાં ટ્રેડિશનલ ફ્યૂલ(પેટ્રોલ-ડીઝલ)થી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્તમાન સમય ઝડપથી ક્લીન અને સસ્તા ફ્યૂલ તરફ વધી રહ્યો છે.’ તેમણે વાહન બનાવતી કંપનીઓને પેટ્રોલ-ડીઝલના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ શિફ્ટ થવા વિનંતી કરી છે.
ફૉસિલ ફ્યૂલથી પર્યાવરણ અને દેશને આર્થિક નુકસાન
ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, ‘પેટ્રોલ અને ડીઝલ મોંઘું હોવાના કારણે તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને દેશનું પણ આર્થિક નુકસાન વધે છે. ભારત દર વર્ષે મોટાપ્રમાણમાં ફૉસિલ ફ્યૂલની આયાત કરતું હોવાથી દેશની અર્થવ્યવસ્થા પર બોજ વધે છે. તેથી ફૉસિલ ફ્યૂલ અનેક રીતે નુકસાનકારક છે.’
હાઇડ્રોજનથી ચાલતા ટ્રક અને બસોનું ટેસ્ટિંગ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, કે, ‘ટ્રાન્સપોર્ટ સેક્ટરે હવે સસ્તું, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી રસ્તો અપનાવવો પડશે. દેશમાં હાઇવે અને શહેરમાં મોબિલિટી સેવા ઝડપથી વધી રહી છે, તેથી મજબૂત અને શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી જરૂરી છે. વર્તમાન સમયમાં વાહનોમાં ઉપયોગ થતાં હાઇડ્રોજન પર સંશોધન કરવું પણ ખૂબ જરૂરી છે, જેમાં અમે કામ પણ શરૂ કરી દીધું છે. દેશમાં અનેક રસ્તાઓ પર હાઇડ્રોજનથી ચાલતા ટ્રક અને બસોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.’








