Get The App

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ 1 - image


- વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ : ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ

- દર 12 દિવસે પૃથ્વીનો નકશો મોકલશે જેમાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં થતી ગતિવિધિઓની માહિતી-ઇમેજીસ હશે  

- નાસાની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે

- નિસાર  દ્વારા મોકલાયેલી પૃથ્વીની વિશિષ્ટ તસવીરો બેંગલુરુમાં જાહેર થશે

નવી દિલ્હી/મુંબઇ: નિસાર સેટેલાઇટ આવતીકાલ શુક્રવાર, ૨૦૨૫ની ૭, નવેમ્બરે તેનું  સંશોધનકાર્ય શરૂ કરશે. નિસાર સેટેલાઇટમાંનાં તમામ વૈજ્ઞાનિક  ઉપકરણો  તેની કામગીરી કરવા સંપૂર્ણપણે સક્ષમ છે  તે વિશેની બધી ે ટેકનિકલ  માહિતી મળી ગઇ છે. આ જ માહિતીના આધારે અમે નિસાર સેટેલાઇટને  આવતીકાલે ઓપરેશનલ જાહેર કરીશું.  દરમિયાનમાં નાસાના વૈજ્ઞાનિકોની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે. નાસા -ઇસરો  સિન્થેટિક એપેર્ચર રાડાર(નિસાર)   સેટેલાઇટ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ   સ્પેસ   એડમિનિસ્ટ્રેશન (નાસા)   અને  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નો  પહેલો સંયુક્ત પ્રયોગ છે. 

નિસાર ૨૦૨૫ની ૩૦, જુલાઇએ ઇસરોના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરિક્ષમાં તરતો મૂકાયો છે.  

ઇસરોના ચેરમેન વી.નારાયણને આજે   નવી દિલ્હીમાં  યોજાયેલા એમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇન્નોવેશન કોન્ક્લેવમાં આ માહિતી આપી છે. વી.નારાયણને એવી માહિતી પણ આપી છે કે  ૨,૪૦૦ કિલોના ભારેભરખમ વજનનો  નિસાર સેટેલાઇટ વિશ્વનો  અત્યારસુધીનો  સૌથી મોંઘો એટલે કે ૧૩ અબજ અમેરિકન ડોલરના ખર્ચે બનેલો છે.નિસાર સેટેલાઇટ આમ તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ  છે. સાથોસાથ એસ બેન્ડ રાડાર અને એલ બેન્ડ રાડાર એમ બે રાડાર ધરાવતો વિશ્વનો પ્રથમ સેટેલાઇટ પણ છે.

 નિસારની સૌથી મોટી અને મહત્વની ટેકનોલોજી એ છે કે તે દર ૧૨ દિવસે પૃથ્વીના વિશાળ ગોળાનો વિશિષ્ટ નકશો તૈયાર કરીને મોકલશે. 

 *  નિસાર સેટેલાઇટનો મુખ્ય હેતુ ઃ અંતરિક્ષમાં કેટલા અંતરે રહીને સંશોધન કરશે ? 

નિસારનો મુખ્ય હેતુ પૃથ્વીના વિરાટ ગોળામાં અને  તેની આબોહવામાં  થઇ રહેલા અકળ અને ચિંતાજનક પરિવર્તનનો (ક્લાઇમેટ  ચેન્જીસ) સંશોધનાત્મક અભ્યાસ  કરવાનો  છે. 

નિસાર પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં એટલે કે   ૭૪૭ કિલોમીટરના અંતરે  ત્રણ વર્ષ સુધી રહીને પૃથ્વીના વિશાળ ગોળાનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને ઉપયોગી માહિતી આપશે. ફોડ પાડીને કહીએ તો નિસાર દર ૧૨ દિવસે પૃથ્વીનો વિશિષ્ટ નકશો તૈયાર કરશે.  

 * નિસાર સેટેલાઇટમાંના ઇસરોના રાડારની વિશિષ્ટ ટેકનોલોજી કઇ છે  ? 

ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસએસી--સેક-- અમદાવાદ)ના ડાયરેક્ટર  નીલેશ કુમાર દેસાઇએ ગુજરાત સમાચારને વિશેષ   માહિતી  આપતાં  કહ્યું છે કે   નિસાર સેટેલાઇટમાં વિશ્વની સૌથી આધુનિક રાડાર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ રાડાર સિસ્ટમ છે ,એલ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર  નાસા દ્વારા,  જ્યારે  એસ બેન્ડ  સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર(એસ.એ.આર.)  વૈજ્ઞાનિક ઉપકરણની સમગ્ર રચના   ઇસરો-- સેક દ્વારા બનાવવામાં આવી છે. 

આ જ રાડાર સિસ્ટમની ટેકનોલોજીથી નિસાર અંતરિક્ષમાંથી  પૃથ્વીનો સચોટ અને અતિ સુક્ષ્મ  નકશો તૈયાર કરશે. પૃથ્વીના  આ નકશામાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં  થતી ગતિવિધિઓની ઉપયોગી માહિતી અને ઇમેજીસ હશે. 

 *  એસ બેન્ડ પ્રોજેક્ટના  એસોસિયેટેડ  ડાયરેક્ટર  પણ હિમાંશુ પટેલ છે, જે સમસ્ત ગુજરાત માટે ગૌરવરૂપ છે.

હિમાંશુ પટેલે  બેંગલુરુથી  ગુજરાત સમાચારને કહ્યું  છે કે  નિસારનાં તમામ વૈજ્ઞાનિક ઉપકરણો નું  ટેકનિકલ પરીક્ષણ  સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે. હવે આવતીકાલ ે બેંગલુરુમાં  યોજાનારા     એક   ખાસ સમારોહમા ંનિસાર સેટેલાઇટની કામગીરી શરૂ થવાની સત્તાવાર જાહેરાત થશે. સાથોસાથ નિસાર દ્વારા મોકલવામાં આવેલી અદભુત અને વિશિષ્ટ ઇમેજીસ(છબી) પણ જાહેર કરવામાં આવશે. 

*  વિશ્વનો પહેલો પ્રયોગ ઃ  નિસાર દ્વારા ભૂકંપનો સંકેત આપી શકાશે ઃ 

નિસાર  વિશ્વનો પહેલો સેટેલાઇટ હશે જેના દ્વારા પૃથ્વીના વિરાટ ગોળાના પેટાળમાં થતી અકળ અને ભયંકર ગતિવિધિનો પણ સંકેત મળી શકશે. એટલે કે પૃથ્વીના ભૂગર્ભમાંના મહાકાય ભૂખંડોમાં કોઇ જોખમી હિલચાલ થતી હોય તો તેના મહત્વના ડેટા મળશે. આ જ ડેટાના ગહન અભ્યાસ દ્વારા ધરતીકંપનો સંકેત આપી શકાશે. સમગ્ર વિશ્વમાં આ  પ્રકારનો પહેલો પ્રયોગ હશે. 

Tags :