Get The App

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ

Updated: May 11th, 2025

GS TEAM

Google News
Google News
બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ 1 - image


NIA arrest Kashmir Singh : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

બિહારમાં ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી

NIAએ કાશ્મીર સિંહને ઝડપી પાડવા માટે રૂ.10 લાખનું ઈનામની ઘોષણા કરી હતી. આ દરમિયાન કાશ્મીર સિંહ મોતિહારી શહેરમાં હોવાની પોલીસને જાણકારી મળી હતી.  આ પછી તાત્કાલિક પોલીસે NIAને જાણ કરીને સ્થળ પર પહોંચીને કાશ્મીર સિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. 


જ્યારે ધરપકડ બાદ આરોપીને કડક સુરક્ષા હેઠળ મોતિહારી સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ પછી પોલીસ અને NIA ટીમ કાશ્મીર સિંહને સલામત સ્થળે લઈ જઈને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. 

તમને જણાવી દઈએ કે, કાશ્મીર સિંહ પર દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી સંગઠનો સાથે સક્રિય રહીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ છે. જ્યારે મળતી માહિતી મુજબ, કાશ્મીર સિંહની પૂછપરછમાં અનેક જાણકારી મળી શકે એમ છે. 

આ પણ વાંચો: BEFORE & AFTER: પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓથી લઈને એર ડિફેન્સ સિસ્ટમ સુધી, ભારતે બાજ નજરે કર્યો સચોટ હુમલો, જુઓ તસવીરો

પોલીસ અધિક્ષક જણાવ્યું હતું કે, 'મોતિહારી પોલીસ અને NIA ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીની ધરપકડ કરી છે. જ્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં આ બાબતે વિગતવાર માહિતી આપી શકાતી નથી.'


Tags :