Get The App

ટ્રકની વોટર ટેન્કમાંથી 14 ક્વિન્ટલ વિદેશી માછલી મળી

- માંગુર નામની આ માછલી પર પ્રતિબંધ છે

- પશ્ચિમ બંગાળથી હરિયાણા આવી રહી હતી

Updated: Oct 16th, 2019

GS TEAM

Google News
Google News
ટ્રકની વોટર ટેન્કમાંથી 14 ક્વિન્ટલ વિદેશી માછલી મળી 1 - image

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2019 બુધવાર

દાણચોરી અને ચીજોની ગેરકાયદે હેરફેર માટે લોકો કેવી કેવી તરકીબો કરે છે એ જાણીને પોલીસ પણ ચકરાઇ જાય. તાજેતરમાં એક ટ્રકની વોટર ટેંક (પાણીની ટાંકી)માં રખાયેલી 14 ક્વીન્ટલ જેટલી પ્રતિબંધિત માંગુર માછલી પોલીસે પકડી પાડી હતી.

થાઇલેન્ડની માંગુર નામની આ માછલીની હેરફેર પર પ્રતિબંધ છે.પોલીસને મળેલી બાતમી મુજબ પશ્ચિમ બંગાળથી હરિયાણા તરફ જઇ રહેલી એક ટ્રકમાં આ માછલીની હેરફેર થઇ રહી હતી. 2000ની સાલથી આ માછલીના ઊછેર કે હેરફેર પર દેશમાં કાયદેસર રીતે પ્રતિબંધ છે.

પોલીસે છટકું ગોઠવીને આ ટ્રકને પકડી પાડી હતી. એના બોડીમાં પાણીની એક ટાંકી બનાવાઇ હતી જેમાંથી પાણી લીક ન થાય એ માટે અંદર પ્લાસ્ટિકનું કવર ફિટ કરાયું હતું અને એમાં આ માછલી સંતાડાઇ હતી. એવી 14 ક્વિન્ટલ (આશરે ત્રણસો કિલો) માંગુર માછલી પકડાઇ હતી. પોલીસે આ સંબંધે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ માંગુર માછલી માંસાહારી છે અને અન્ય જળચરો ઉપરાંત માણસનું માંસ પણ ખાય છે. એટલે એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જન્મ્યા પછી માત્ર ત્રણ ચાર મહિનામાં એનું વજન વધીને અઢીથી ત્રણ કિલો થઇ જાય છે. એના શરીરમાં 80 ટકા સીસું હોવાથી પણ એને આરોગ્યની દ્રષ્ટિએ પ્રતિબંધિત જાહેર કરાઇ હતી. બજારમાં આ માછલી 40 રૂપિયે કિલોના હિસાબે વેચાય છે.

Tags :