વાયુ પ્રદૂષણ : એનજીટીનો સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
- ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે
- દેશભરમાં સોમવાર રાતથી 30મી નવેમ્બર સુધી પ્રતિબંધ કેટલાક શહેરોમાં માત્ર બે કલાક ફટાકડા ફોડવા છૂટ અપાઈ
ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ વધતા આંખમાં બળતરાની ફરિયાદ, લોકોને ઘરમાં જ રહેવા તંત્રની સલાહ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા ખરાબ રહી હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ મોટો નિર્ણય કર્યો છે. એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ-ઉપયોગ પર સોમવાર રાતથી જ 30મી નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. એનજીટીએ દેશના અન્ય રાજ્યો માટે પણ આ જ આદેશ આપ્યો છે.
એનજીટીએ તેના આદેશમાં કહ્યું છે કે જે શહેરોમાં હવાની ગુણવત્તા સારી છે ત્યાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગ કરી શકાશે અને તેના માટે માત્ર બે કલાકની છૂટ અપાઈ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બે કલાકની આ છૂટ દિવાળી, છઠ પૂજા, ક્રિસમસ, અને નવા વર્ષ માટે આપી છે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે અગાઉથી જ ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં સૌથી પહેલાં રાજસૃથાન સરકારે ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ સાથે દિલ્હી અને આજુબાજુના શહેરોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી હતી. ત્યાર પછી અન્ય રાજ્યોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધની માગ થવા લાગતાં એનજીટીએ તેના આદેશનો દાયરો વધારી દીધો હતો. ત્યાર પછી તેમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા.
અગાઉ એનજીટીએ એક સુનાવણી કરતા ચાર રાજ્યો અને પર્યાવરણ મંત્રાલયને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં ફટાકડા પર પ્રતિબંધવાળી અરજી પર એ રાજ્યો પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યોએ આ સંદર્ભમાં તેમનો જવાબ એનજીટીને મોકલી દીધો હતો, ત્યાર પછી એનજીટીએ સોમવારે આ મુદ્દે આદેશ સંભળાવ્યો હતો.
એનજીટીના આદેશ પહેલાં જ દેશના કેટલાક રાજ્યોમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો, જેમાં હરિયાણા અને કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જો કે, બીએમસીએ તેના અિધકાર ક્ષેત્રના વિસ્તારમાં જાહેર સૃથળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ દિવાળીની રાતે 8.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી 'ફૂલઝડી (ચકરડી)' 'કોઠી' જેવા અવાજવિહિન ફટાકડા ફોડવાની મંજરી આપી છે. દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે.
દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમાં દિવસે પ્રદુષણ 'અતિ ગંભીર'
દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમા દિવસે વાયુ પ્રદૂષણ 'અતિ ગંભીર' સિૃથતિમાં રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તાનું સ્તર 470 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજા ડેટા મુજબ પ્રદૂષણથી સિૃથતિ વધુ ગંભીર થઈ ગઈ છે. દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં હવાની ગુણવત્તાનું સ્તર 484, પશ્ચિમ દિલ્હીના મુંડકા વિસ્તારમાં 470 પહોંચી ગયો છે. તેની સાથે જ ઓખલા ફેઝ-2માં એક્યુઆઈ 465 તો વજીરપુરમાં 468 સુધી પહોંચી ગયો છે. હવામાન વિજ્ઞાાનીઓ મુજબ, દિવાળી પહેલાં સિૃથતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં પણ સતત સ્મોગ વધવાથી એર ક્વૉલિટી ઈન્ડેક્સ વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં એક્યુઆઈ 51 પોઈન્ટ વધી ગયો છે.