Get The App

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ

Updated: Mar 18th, 2025

GS TEAM

Google News
Google News
New Zealand PM Christopher Luxons remark about Champions Trophy 2025


New Zealand PM Christopher Luxons remark about Champions Trophy 2025: ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજાક કરી હતી, જેને સાંભળીને પીએમ મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં.

રાજદ્વારી વિવાદથી બચીએ 

ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને મીડિયાને સંબોધતા મજાકમાં કહ્યું કે, 'હું ખરેખર પ્રશંસા કરું છું કે પીએમ મોદીએ ભારત સામે ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો મુદ્દો ઉઠાવ્યો નથી અને મેં ભારતમાં અમારી ટેસ્ટની જીતનો મુદ્દો ઉઠાવ્યો નથી. ચાલો તેને આમ જ રહેવા દઈએ અને રાજદ્વારી વિવાદને ટાળીએ.' લક્સનની આ વાતથી પીએમ મોદી સહીત તમામ હાજર લોકો હસવાનું રોકી શક્યા ન હતા. 

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ભારતે 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે એક ઓવર બાકી રહેતા આ સિદ્ધિ મેળવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને ટેસ્ટ સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે ભારત ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચની ટેસ્ટ સિરીઝમાં હાર્યું હતું.

PM મોદી અને લક્સન વચ્ચે મહત્ત્વપૂર્ણ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન લક્સન વચ્ચે દિલ્હીમાં મહત્ત્વની બેઠક થઈ. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ન્યુઝીલેન્ડમાં સક્રિય ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમને આશા છે કે ન્યુઝીલેન્ડ સરકાર આ તત્વો સામે કડક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: ભયંકર હિંસા બાદ નાગપુરના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ

ખાલિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર પણ થઈ ચર્ચા 

આ અંગે બોલતા વિદેશ સચિવ જયદીપ મજુમદારે કહ્યું કે, 'ખાલિસ્તાન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા મહત્ત્વપૂર્ણ છે. અમે અમારા મિત્ર દેશોને તેમની અંદર ચાલી રહેલા ભારત વિરોધી તત્વોની ગતિવિધિઓ વિશે ચેતવણી આપીએ છીએ. આ તત્વો ઘણીવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય લોકતાંત્રિક સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરે છે, આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આપણા રાજદ્વારીઓ, સંસદ અને ભારતીય ઘટનાઓ સામે હુમલાની ધમકી આપે છે.'

VIDEO:  ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ 2 - image

Tags :