India

નવો નિયમ : રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે માત્ર 45 પૈસામાં મળશે 10 લાખની સુવિધા

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતીય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનાર મુસાફરોને પણ 27 ઓક્ટોબર, 2026થી યાત્રા વીમા કવચનો લાભ મળશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓને જ મળતી હતી. 45 પૈસાના પ્રીમિયમમાં 10 લાખ રૂપિયા સુધીનું કવચ મળશે, જેનો લાભ લાખો સામાન્ય મુસાફરોને થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવો નિયમ : રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે માત્ર 45 પૈસામાં મળશે 10 લાખની સુવિધા

Ticket Booking Rule : રેલવે મુસાફરો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ ભારતીય રેલવે દ્વારા મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે ઓનલાઇન ટિકિટની જેમ જ રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મુસાફરી દરમિયાન વીમા કવચનો લાભ મળશે. રેલવે તંત્ર દ્વારા આ નવી વ્યવસ્થા 27 ઓક્ટોબર 2026થી લાગુ કરવામાં આવશે.

ઑફલાઇન ટિકિટ ખરીદનારાઓને થશે મોટો ફાયદો

અત્યાર સુધી માત્ર IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ યાત્રા વીમાનો વિકલ્પ મળતો હતો, જ્યારે કાઉન્ટર પરથી સીધી ટિકિટ લેનારા લોકો આ સુરક્ષાથી વંચિત રહી જતા હતા. નવા નિર્ણયથી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરી શકતા સામાન્ય વર્ગના મુસાફરોને પણ સમાન સુરક્ષા કવચ મળશે અને ઓનલાઇન તેમજ ઑફલાઇન ટિકિટ વચ્ચેનો ભેદભાવ દૂર થશે.

45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનું કવરેજ

હાલ ઓનલાઇન બુકિંગ માટે લાગુ નિયમ મુજબ મુસાફર દીઠ માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં મુસાફરી દરમિયાન અકસ્માત, મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. કાઉન્ટર ટિકિટ માટે પ્રીમિયમનો ચોક્કસ દર, જરૂરી દસ્તાવેજો અને ક્લેમ કરવાની વિગતવાર પ્રક્રિયા અંગે રેલવે ટૂંક સમયમાં સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરશે.

સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી સાથે 27 ઓક્ટોબરની ડેડલાઇન

જૂન 2023માં ઓડિશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત બાદ રેલવે સુરક્ષા મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની બેંચે ઑફલાઇન મુસાફરોને વીમો આપવામાં થઈ રહેલા વિલંબ સામે નારાજગી દર્શાવી હતી. કોર્ટે રેલવે બોર્ડને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે 27 ઓક્ટોબર સુધીમાં આ સુવિધા ફરજિયાતપણે લાગુ કરવી પડશે, અન્યથા બોર્ડ સામે સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.