Get The App

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે

Updated: Sep 1st, 2019

GS TEAM


Google News
Google News
આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 1 - image

નવી દિલ્હી, તા.1 સપ્ટેમ્બર 2019, રવિવાર

હવે વાહન ચલાવતી વખતે બેદરકારી ભારે પડી શકે છે. આજથી દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થઈ ચુક્યો છે.

જેમાં કેટલાક મામલાઓમાં તો દંડની રકમ 5 ગણી અને 10 ગણી વધારવામાં આવી છે. 

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 2 - image

લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર 5000 રૂપિયા દંડ આપવો પડશે. જે પહેલા 500 રૂપિયા જ હતો.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 3 - image

નશામાં ગાડી ચલાવવા બદલ હવે પોલીસ 10000 રૂપિયા દંડ વસુલ કરશે. જે પહેલા 2000 રૂપિયા જ હતો.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 4 - image

હેલમેટ નહી પહેરવા બદલ 100ની જગ્યાએ 1000 રૂપિયા દંડ તેમજ ત્રણ મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 5 - image

ટુ વ્હીલર પર બેથી વધુ વ્યક્તિ બેસાડવા માટે 100ની જગ્યાએ 2000 દંડ અથવા 3 મહિના લાઈસન્સ સસ્પેન્ડ.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 6 - image

ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા માટે પહેલા 1000 અને હવે 5000 રૂપિયા દંડ.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 7 - image

ઓવર સ્પીડિંગ માટે પહેલા 400 રૂપિયા હતો. હવે પહેલી વખત પકડાશે તો લાઈટ વ્હિકલ્સ પર 1000 થી 2000 રૂપિયા અને મીડિયમ પેસેન્જર કે કોમર્શિયલ વ્હીકલ પર 2000 થી   4000 રૂપિયાનો દંડ, બીજી વખત પકડાવા પર લાઈસન્સ જપ્ત.

આજથી નવા ટ્રાફિક નિયમો લાગુ, જાણો કયા ગુના માટે કેટલો દંડ થશે 8 - image

રેસિંગ અને સ્પીડિંગ માટે પહેલી વખત પકડાશે તો 1 મહિનાની જેલ અથવા 5000 રૂપિયા સુધી દંડ, બીજી વખત પકડાય તો 1 મહિનાની જેલ અથવા 10000 રૂપિયા સુધી દંડ.

Tags :