જેલમાં કેદ ઠગ સુકેશનો LGને નવો પત્ર: CM કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન પર લગાવ્યા આ આરોપ
Image Source: Twitter
- ગોવા ચૂંટણી માટે પ્રાઈવેટ કંપનીએ આમ આદમી પાર્ટીને 13 કરોડ રૂપિયા આપ્યા હતા: સુકેશ ચંદ્રશેખર
નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2023, શનિવાર
જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપ રાજ્યપાલને એક નવો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર એક પ્રાઈવેટ કંપની 'મેટ્રોપોલિસ લેબોરેટરી એન્ડ પેથોલોજી સેન્ટર્સ'ને મેડિકલ કોન્ટ્રાક્ટ આપવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે, ગોવા ચૂંટણી માટે પ્રાઈવેટ કંપનીએ આમ આદમી પાર્ટીને 13 કરોડ રૂપિયા આપ્યા હતા.
સુકેશ ચંદ્રશેખરે CM કેજરીવાલ પર લગાવ્યા આરોપ
પત્રમાં લખ્યું કે, કેજરીવાલ સરકારે મુખ્ય રૂપે દિલ્હી જેલના તમામ કેદીઓ માટે દિલ્હી સરકાર હેઠળ વિભિન્ન હોસ્પિટલોના બ્લડ અને અન્ય બાયોસેમ્પલ્સને સંસાધિત કરવા માટે એક પ્રાઈવેટ કંપની 'મેટ્રોપોલિસ લેબોરેટરી એન્ડ પેથોલોજી સેન્ટર્સ'ને અનેક કોન્ટ્રાક્ટ્સ આપ્યા છે. આ ફરિયાદ નોંધાવાનું કારણ એ છે કે, છેલ્લી ગોવા ચૂંટણી દરમિયાન મારા કર્મચારીઓ દ્વારા મને આપવામાં આવેલા સત્યેન્દ્ર જૈનના નિર્દેશ પર મુંબઈમાં મેટ્રોપોલિસ લેબ્સના કાર્યાલયમાંથી 3 હપ્તામાં 13 કરોડ રૂપિયાની ચૂકવણી એકત્ર કરવામાં આવી હતી. ચંદ્રશેખરે આગળ આરોપ લગાવ્યો કે, ફેસટાઈમ ચેટમાંથી એકમાં જૈન અને કેજરીવાલે ઉલ્લેખ કર્યો હતો કે, મેટ્રોપોલિસના નિર્દેશક નજીકના મિત્રો છે અને તેઓ ફંડિંગ કરી રહ્યા છે. કારણ કે, તેમણે કંપનીની મદદ કરી છે. રકમ મુંબઈથી એકત્ર કરવી જોઈએ અને ગોવા તથા બેંગલુરુ મોકલવી જોઈએ.
સુકેશે LG પર તપાસની માંગ કરી
સુકેશે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે, ત્યારબાદ મારા સ્ટાફે મુંબઈમાં મેટ્રોપોલિસની ઓફિસથી 7-8 કલાકમાં બે હપ્તામાં 13 કરોડની રકમ એકત્ર કરી અને જૈન દ્વારા સતત સંકલન કરવામાં આવ્યું.13 કરોડમાંથી 5 કરોડ જૈનના પિતરાઈ ભાઈ ડોક્ટર હિમેશને બેંગલુરુ મોકલવામાં આવ્યા. જે બેંગલુરુના ઈન્દ્રાનગરમાં પહે છે. બાકીના 8 કરોડ રૂપિયા ગોવા મોકલવામાં આવ્યા. જેને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યા. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે ઉક્ત રકમની ડિલિવરી બાદ કેજરીવાલે વ્યક્તિગત રીતે ફોન કર્યો અને ફેસટાઈમ કોલ પર તેમનો આભાર માન્યો અને એલજી પર કેજરીવાલ સરકાર દ્વારા મેટ્રોપોલિસ લેબ્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની વિગતવાર તપાસ કરવા વિનંતી કરી હતી. ED અને CBIને આ કેસ અંગે તપાસ કરવાનો આગ્રહ કરતા ઠગે મેટ્રોપોલિસ લેબ, મુંબઈ ઓફિસથી પ્રાપ્ત અને એકત્ર કરવામાં આવેલા 13 કરોડના ઉપરોક્ત આપ-લે ને ફેસટાઈમ અને વોટ્સએપ ચેટ પ્રસ્તુત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.