Get The App

૧૬ સપ્ટેમ્બર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૃ. ૮.૬૫ કરોડ

૮.૬૫ લાખ કરોડમાં ૪.૧૬ લાખ કરોડ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને ૪.૪૭ લાખ કરોડ પર્સનલ ઇન્કમ ટેક્સ સામેલ

ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૩.૫ ટકા વધુ

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૮૧૬ સપ્ટેમ્બર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૃ. ૮.૬૫ કરોડ 1 - image

કોર્પોરેટ્સે એડવાન્સ ટેક્સ પેટે મોટી રકમ ભરાતા સપ્ટેમ્બરની મધ્ય સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૩.૫૧ ટકા વધીને ૮.૬૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

૧૬ સપ્ટેમ્બરના રોજ નેટ ડાયરેક્ટ કલેક્શન ૮,૬૫,૧૧૭ કરોડ રૃપિયા રહ્યું છે જેમાં ૪,૧૬,૨૧૭ કરોડ રૃપિયા કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને ૪,૪૭,૨૯૧ કરોડ રૃપિયા પર્સનલ ઇન્કમ ટેકસના સામેલ છે. પર્સનલ ઇન્કમ ટેક્સમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સની રકમ પણ સામેલ છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ નેટ ડાયરેક્ટ કલેક્શનમાં ૨૩.૫૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન ૩.૫૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. ગયા વર્ષના સમાન ગાળામાં આ રકમ ૨.૯૪ લાખ કરોડ રૃપિયા હતી. એટલે કે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આ રકમમાં ૨૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

૧૬ સપ્ટેમ્બર સુધીમાં એડવાન્ટ ટેક્સ પેટે ભરવામાં આવેલ ૩.૫૫ લાખ કરોડ રૃપિયામાં સીઆઇટી ૨.૮૦ લાખ કરોડ રૃપિયા અને પીઆઇટીનો ૭૪,૮૫૮ કરોડ રૃપિયાનો સમાવેશ થાય છે. ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૧.૨૨ લાખ કરોડ રૃપિયાનું રિફન્ડ  ચુકવવામાં આવ્યું છે.

૧૬ સપ્ટેમ્બર સુધીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૯.૮૭ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮.૩૪ લાખ કરોડ રૃપિયા હતું. આમ ચાલુ વર્ષે ૧૮.૨૯ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

 

 

Tags :