નેપાળની વધુ એક દાદાગીરી, ડેમનું કામ અટકાવ્યું : બિહારમાં પૂરની ભીતિ
- ભારતના સરહદી વિસ્તારો પર પોતાનો દાવો કર્યા પછી
- નો મેન્સ લેન્ડ વિસ્તારમાં આવેલા ડેમમાં સમારકામ પુરૂ ન થાય તો બિહારમાં સ્થિતિ વધુ કફોડી બનશે : મંત્રી
પટના, તા. 22 જૂન, 2020, સોમવાર
પાકિસ્તાન, ચીન ઉપરાંત હવે નેપાળ સાથે પણ સરહદે દરરોજ તકરાર થઇ રહ્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સિૃથતિ વચ્ચે એવા અહેવાલો છે કે નેપાળે એક ડેમનું બાંધકામ રોકીને બિહારમાં પુરની સિૃથતિ ઉભી કરી દીધી છે. નેપાળ સરકારે પૂર્વી ચમ્પારણના ઢાકાના અનુમંડળમાં લાલ બકેયા નદી પર બની રહેલા ડેમના બાંધકામને રોકી દીધુ છે. જેને પગલે બિહારમાં હવે પુરની સિૃથતિ ઉભી થઇ ગઇ છે.
બિહારના જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું હતું કે નેપાળ ગંડક ડેમ માટે જે રીપેરિંગનું કામ કરાવવાનું છે તેની અનુમતી જ નથી આપી રહ્યું. જ્યારે લલબકેયા નદી નો મેંસ લેંડનો ભાગ છે. આ ઉપરાંત નેપાળે અન્ય કેટલાક સૃથળોએ પણ સમારકામને અટકાવી દીધુ છે.
પહેલી વખત અમે લોકો આ પ્રકારની સિૃથતિનો સામનો કરી રહ્યા છીએ. અમે સમારકામ માટે જે જરૂરી સામગ્રી છે તેને પણ નથી પહોંચાડી શકતા. જો આપણા એન્જિનિયરો પાસે ડેમના રિપેરિંગની સામગ્રી ન પહોંચી તો તેની સીધી અસર ડેમના સમારકામ પર થશે.
બિહાર સરકારના મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગંડક બૈરાજના 36 દ્વાર છે. જેમાંથી 18 નેપાળમાં છે. ભારતના હિસ્સામા પહેલાથી જ 17માં ફાટક સુધીનું સમારકામ કરી લેવામાં આવ્યું છે. જ્યારે નેપાળના હિસ્સા વાળા 18થી લઇને 36 ફાટક સુધી બનેલા ડેમનું સમારકામ નથી થઇ શક્યું.
નેપાળ આ ડેમના સમારકામ માટે જરૂરી મટિરિયલ નથી લઇ જવા દઇ રહ્યું. જેને પગલે બિહારમાં ગમે ત્યારે મોટુ પુર આવવાની ભીતિ છે અને હાલ નેપાળમાં મોટા પાયે વરસાદ પણ પડયો છે જે બિહાર તરફ આવતા રાજ્યમાં સિૃથતિ વધુ કફોડી બનવાની ભીતિ છે. આ મામલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી પણ મદદ માગી હોવાના અહેવાલો છે.