Get The App

NEET UG Result 2022: આજે પરિણામ, જાણો કેટલા સ્કોર ઉપર મળી શકે છે સરકારી સીટ

Updated: Sep 7th, 2022

GS TEAM


Google News
Google News
NEET UG Result 2022: આજે પરિણામ, જાણો કેટલા સ્કોર ઉપર મળી શકે છે સરકારી સીટ 1 - image


- NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતુ

નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે  NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવા જઈ રહી છે. NTAએ પોતાની વેબસાઈટ ઉપર નોટિસ જારી કરીને માહિતી આપી હતી કે, પરિણામ અને કેન્ડિડેટ સ્કોરકાર્ડ 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. તેના ઉપર કેન્ડિડેટ્સને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. NTA હવે તમામ સમસ્યાઓ ઉપર વિચારણા કર્યા બાદ ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે.

NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 18,72,343 ઉમેદવારો સામેલ થયા હતા. ઉમેદવારો લાંબા સમયથી એક્ઝામના પરિણામ અને સ્કોરકાર્ડની રાહ જોઈ રહ્યા હતા. આજે ઉમેદવારો પોતાનું પરિણામ મેળવી શકશે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ  nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. 

કેટલો હશે સેફ સ્કોર?

આ પરીક્ષા કુલ 720 માર્કસની હોય છે. તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઈંગ પર્સેન્ટાઈલ 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપ્રટના જણાવ્યા અનુસાર જનરલ કેટેગરી માટે AIQ 15% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ 650થી વધારે સ્કોર કરવો પડશે. વળી સ્ટેટ કોટાની 85 ટકા સીટો ઉપર 600થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ ઉપર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ OBC કેટેગરીના ઉમેદવારો માટે AIQ સીટો માટે આ સ્કોર 640 અને સ્ટેટ સીટો માટે 590 સુધી હોઈ શકે છે.  

SC કેટેગરી માટે AIQ કાઉન્સલિંગમાં સરકારી સીટ મેળવવા માટે 450નો સ્કોર સેફ માની શકાય છે અને સ્ટેટ કોટા માટે 385 સુધી સ્કોર કરવો પડશે. વળી ST કેટેગરીના ઉમેદવારોને 400ના સ્કોર ઉપર સરકારી સીટ ઉપર એડમિશન મળી શકે છે. 

ઉમેદવારોએ યાદ રાખવું જોઈએ કે આ કટ-ઓફ પાછલા વર્ષોના પરિણામ અને એડમિશનના આધારે એકસ્પર્ટ દ્વારા સૂચવવામાં આવેલા છે. આ વર્ષની પરીક્ષાના પરિણામ અને કેટેગરી વાઈસ કટ-ઓફની જાણકારી સત્તાવાર વેબસાઈટ  neet.nta.nic.in ઉપર જારી કરવામાં આવશે. 

Tags :