Get The App

સ્ટાર ઓલિમ્પિક એથ્લીટ નીરજ ચોપડા 'લેફ્ટનન્ટ કર્નલ' બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
સ્ટાર ઓલિમ્પિક એથ્લીટ નીરજ ચોપડા 'લેફ્ટનન્ટ કર્નલ' બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન 1 - image

Neeraj Chopra Conferred Honorary Rank: ભારતીય સેનાએ દેશના સ્ટાર ઓલિમ્પિક ખેલાડી અને ભાલા ફેંકના ચેમ્પિયન નીરજ ચોપરાને તેમની રમતગમતની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યુવાનોને પ્રેરણા આપવા બદલ લેફ્ટનન્ટ કર્નલના પદ પર બઢતી અપાઈ છે. આ સન્માન બુધવારે (22મી ઓક્ટોબર) દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં તેમને અર્પણ કરવામાં આવ્યું હતું.

નીરજ ચોપરાની સેનામાં સફર

અહેવાલો અનુસાર, આ નિમણૂક 16મી એપ્રિલથી અમલમાં આવી હતી. નીરજ ચોપરા વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને એથ્લેટિક્સમાં તેમના સતત પ્રદર્શન માટે 2018માં તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ પછી તેણે ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો. આ વિજય સાથે તેમણે ભારતના લાખો યુવાનોને પ્રેરણા આપી અને 2021માં તેમને ખેલ રત્નથી નવાજવામાં આવ્યા હતા.



ભારતીય એથ્લેટિક્સ જગતમાં નીરજ ચોપરાનું યોગદાન અમાપ રહ્યું છે. વર્ષ 2022માં તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો, જે ભારતીય સેના દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ શાંતિ સમયનો એવોર્ડ છે. આ સિદ્ધિઓમાં નીરજ ચોપરાએ ભારતમાં એથ્લેટિક્સ અને ભાલા ફેંકવાની લહેર ફેલાવી.

આ પણ વાંચો: BCCIની ચેતવણી છતાં ટ્રોફી ચોર મોહસિન નકવીનું નફ્ફટ નિવેદન, કહ્યું- ‘એશિયા કપની ટ્રોફી લેવી હોય તો...’

ભાલા ફેંકમાં તેમની સતત સિદ્ધિઓના આધારે વર્ષ 2022માં સુબેદાર મેજરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. તે જ વર્ષે તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. નીરજ ચોપરા છેલ્લે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક્શનમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ આઠમા સ્થાને રહ્યા હતા.