કેરળમાં ખીલ્યુ નીલકુરિંજી ફૂલ, 12 વર્ષમાં માત્ર એકવાર જોવા મળે છે આ નજારો
તિરુવનંતપુરમ, તા. 2 ઓગસ્ટ 2021 સોમવાર
આમ તો ભારતમાં કેટલીક એવી જગ્યા છે જ્યાંનુ પ્રાકૃતિક સૌંદર્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારત પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વ વિખ્યાત છે. આની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. દેશમાં ઘણા એવા પર્યટન સ્થળ છે જ્યાંના મનોહર દ્રશ્ય લોકોના મનમોહી લે છે. આવુ જ કંઈક દક્ષિણ ભારતના કેરળ રાજ્યના જંગલોમાં જોવા મળતા નીલકુરિંજી ફુલોનો ઈતિહાસ છે.
જોકે, નીલકુરિંજી નામક ફૂલ દુનિયાના કેટલાક અસાધારણ ફૂલોમાંનુ એક છે. ખાસ વાત એ છે કે નીલકુરિંજીના ફૂલ 12 વર્ષમાં એકવાર ખીલે છે. પર્યટકોને આ ફૂલની સુંદરતાને જોવા માટે 12 વર્ષની રાહ જોવી પડે છે.
કેરળના ઈડુક્કી જિલ્લાના સંથાનપારા પંચાયત અંતર્ગત આવનારા શાલોમ હિલ્સ પર એકવાર ફરી નીલકુરિંજી ફૂલ ખીલી ચૂક્યા છે. આ ફૂલ દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યના શોલા જંગલોની પ્રાકૃતિક સુંદરતા વધારી દે છે.
રિપોર્ટસ અનુસાર નીલકુરિંજી સ્ટ્રોબિલેથેન્સની એક વિવિધતા છે અને આ એક મોનોકાર્પિક પ્લાન્ટ છે. આ એક એવો છોડ છે જે એકવાર કરમાઈ ગયા બાદ બીજીવાર ખીલવામાં 12 વર્ષનો સમય લાગે છે. સામાન્ય રીતે નીલકુરિંજી ઓગસ્ટના મહિનાથી ખિલવાનુ શરૂ થઈ જાય છે અને ઓક્ટોબર સુધી જ રહે છે.
સ્ટ્રોબિલેંથેસ કુન્થિયાનાને મલયાલમ અને તામિલમાં નીલકુરિંજી અને કુરિંજીના નામથી ઓળખવામાં આવે છે. આ ફૂલ માત્ર ભારતના કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યોના શોલા નામક જંગલોમાં ઉંચા પહાડો પર જ જોવા મળે છે.
નીલકુરિંજી ના માત્ર કેરળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે પરંતુ ત્યાંના પર્યટન કારોબારને પણ પ્રોત્સાહન આપે છે. આ ફૂલોને જોવા માટે લોકો ભારે સંખ્યામાં અહીં આવે છે. એટલુ જ નહીં, આ ફૂલોની સુંદરતાને જોવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને કેરળ જાય છે.
જાણકારી અનુસાર, આ વખતે 10 એકરથી વધારે નીલકુરિંજીના ફૂલોએ શાલોમકુન્નુને ઢાંકી લીધા છે પરંતુ આ વખતે કોરોના વાઈરસ મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતા અહીં પર્યટકોને આવવાની અનુમતિ આપવામાં આવી નથી.
ઈડુક્કીના મૂળ નિવાસી બીનૂ પૉલ, જો ઈડુક્કીની બાયો ડાયવરસિટી પર ગહન અધ્યયન કરે છે. તેમણે કહ્યુ, આ વખતે કોવિડના કારણે, પર્યટકોને આ પહાડીઓ પર જવાની અનુમિત નથી. સ્ટ્રોબિલેંથેસ કુંથિયાનાના નામથી ઓળખનારા નીલકુરિંજીનુ ફૂલ ઈડુક્કીમાં લોકો માટે ઘણુ મહત્વ રાખે છે પરંતુ આ સાથે જ આ પ્રકારની રિચ બાયો ડાયવરસિટીની રક્ષાના પ્રયાસ પણ કરવા જરૂરી છે.
તમિલનાડુની સરહદથી અડીને આવેલા પશ્ચિમી ઘાટના અનાકારા મેટ્ટુ હિલ્સ, થોંડીમાલાની પાસે પુટ્ટડી અને શાંતનપુરા ગ્રામ પંચાયતની સરહદથી લાગેલા ગામથી અલગ ફૂલોના ખિલ્યા બાદ નીલકુરિંજી સમગ્ર રીતે 12 વર્ષો બાદ ખિલે છે.
પશ્ચિમી ઘાટના વિભિન્ન વિસ્તારમાં અલગ-અલગ હવામાનમાં કેટલાક ફૂલ ખિલે છે. આ ફૂલોના ખિલ્યા બાદ 12 વર્ષોના લાંબા સમય બાદ નીલકુરિંજીનુ ફૂલ સંપૂર્ણ રીતે ખીલે છે.