India

'ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક છે', ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર શરદ પવારનું મોટું નિવેદન

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
NCP (SP)ના અધ્યક્ષ શરદ પવારે બુધવારે (25 જૂન) કહ્યું કે, દેશમાં 50 વર્ષ પહેલા લગાવવામાં આવેલી કટોકટી દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેના માટે માફી માગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક છે', ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર શરદ પવારનું મોટું નિવેદન
Photo Source: X / Sharad Pawar

Sharad Pawar On Emergency: NCP (SP)ના અધ્યક્ષ શરદ પવારે બુધવારે (25 જૂન) કહ્યું કે, દેશમાં 50 વર્ષ પહેલા લગાવવામાં આવેલી કટોકટી દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેના માટે માફી માગી હતી. મુંબઈમાં શ્રમિક સંઘો તરફથી આયોજિત એક કાર્યક્રમમાં પવારે આ વાત પર ભાર આપ્યો કે, નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવાનું એક પવિત્ર કાર્ય છે અને લોકોને આજ પણ તેની રક્ષા પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.

શરદ પવારે યાદ અપાવ્યું કે, સમાજવાદી દિગ્ગજો જોર્જ ફર્નાન્ડિસ, ચંદ્રશેખર અને મધુ દંડવતે સાથે પરામર્શ બાદ 1978માં મહારાષ્ટ્રમાં સરકારમાં પરિવર્તન (કોંગ્રેસના નેતૃત્વમાં) કરાયું અને તેઓ મુખ્યમંત્રી બન્યા. કેન્દ્રમાં ભાજપની સરકારનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે, હાલની સરકારની ટીકા કરવી અસ્વીકાર્ય માનવામાં આવે છે.

ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક: શરદ પવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે આપણે સાવધાન રહેવું પડશે. આજે પણ મીડિયામાં સરકારની ટીકાને સારી ગણવામાં નથી આવતી. પત્રકારોને ધમકાવવામાં આવે છે. ઘોષિત અને અઘોષિત ઇમરજન્સીમાં ફરક હોય છે. સામાન્ય નાગરિકોને કોઈ પણ કિંમતે સંસદીય લોકશાહીને સંરક્ષિત અને સુરક્ષિત રાખવા માટે એકજુટ રહેવાનું આહ્વાન કર્યું.

ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા ગાંધી સરકારે 25 જૂન 1975ના રોજ કટોકટી લગાવી દીધી હતી. કેન્દ્રની મોદી સરકાર આ દિવસને 'બંધારણ હત્યા દિવસ' તરીકે મનાવે છે.