India

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) હવે દેશભરના વિવિધ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ડિગ્રીને સમાન માન્યતા આપશે. આ નિર્ણયનો સીધો લાભ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીની ભરતી દરમિયાન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

NCERT Equivalence STD.10-12 Certificates : રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) હવે દેશભરના વિવિધ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ડિગ્રીને સમાન માન્યતા આપશે. આ નિર્ણયનો સીધો લાભ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીની ભરતી દરમિયાન થશે.

શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ઈ-ગેઝેટમાં તેનું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. આ નવો આદેશ 15 નવેમ્બર, 2021ના ​​રોજ જાહેરનામાને રદ કરે છે, જેમાં આ જવાબદારી ભારતીય યુનિવર્સિટીઓના સંગઠન (AIU)ને સોંપવામાં આવી હતી.

PARAKH હેઠળ થશે પ્રક્રિયા

મંત્રાલયે જણાવ્યું કે, હવે આ જવાબદારી નેશનલ અસેસમેન્ટ સેન્ટર - પર્ફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યુ અને નોલેજ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (PARAKH)ને સોંપવામાં આવી છે. આ કેન્દ્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. 

ક્યા લાગુ થશે આ નિયમો

- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત શિક્ષણ બોર્ડ

- સંસદ અથવા રાજ્ય વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલા બોર્ડ

- એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા રચાયેલા બોર્ડ

- વૈધાનિક સંસ્થાઓ અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ પર જેમની પાસે આ સત્તા છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી: દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જાહેરનામા મુજબ, NCERTનો આ નિર્ણય દેશભરમાં માન્ય રહેશે. જેનાથી હવે વિદ્યાર્થીઓને અલગ-અલગ સ્કૂલ બોર્ડમાંથી સરળતાથી માઈગ્રેશન થવું સંભવ થશે અને તેમને સમગ્ર ભારતમાં એક સમાન માન્યતા મળશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, "આ પગલું વિદ્યાર્થીઓ માટે આંતર-બોર્ડ પારદર્શિતા અને સુલભતા સુનિશ્ચિત કરશે. હવે, NCERT દ્વારા આપવામાં આવેલી માન્યતા પોતે જ તમામ સ્કૂલ શિક્ષણ બોર્ડ વચ્ચે સમાનતા સ્થાપિત કરશે."