Get The App

ગુજરાતમાં 700 કિલો બાદ દિલ્હીમાં 900 કરોડનું ડ્રગ્સ પકડાતાં ખળભળાટ, 8 ઈરાની નાગરિક ઝડપાયા

Updated: Nov 16th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં 700 કિલો બાદ દિલ્હીમાં 900 કરોડનું ડ્રગ્સ પકડાતાં ખળભળાટ, 8 ઈરાની નાગરિક ઝડપાયા 1 - image


NCB Operation news in Gujarat And Delhi | નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 900 કરોડ રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં પણ ભારતીય નૌકાદળ, ગુજરાત ATS અને NCBએ ગુજરાતના દરિયાકાંઠેથી 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહમંત્રી શાહે ટ્વિટ કર્યું

ગૃહમંત્રી અમિત શાહે આ મામલે NCBને અભિનંદન પાઠવ્યા અને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે "એક જ દિવસમાં ગેરકાયદે ડ્રગ્સ સામે સતત બે મોટી સફળતાઓ ડ્રગ્સ મુક્ત ભારત માટે મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. NCBએ ​દિલ્હીમાં 82.53 કિલો હાઈ-ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું હતું."

નાંગલોઈ અને જનકપુરીમાં ડ્રગ્સ ઝડપાયું

NCBએ પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી 82 કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું છે. આ કન્સાઈનમેન્ટ એક કુરિયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે. અમિત શાહે જણાવ્યું હતું કે માલસામાનને "બોટમ-ટુ-ટોપ એપ્રોચ" દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સામેની ઝુંબેશ "નિર્દયતાપૂર્વક" ચાલુ રહેશે.

ગુજરાતમાં 700 કિલો બાદ દિલ્હીમાં 900 કરોડનું ડ્રગ્સ પકડાતાં ખળભળાટ, 8 ઈરાની નાગરિક ઝડપાયા 2 - image


 

Tags :