વિપક્ષની 'વોટર અધિકાર યાત્રા'માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Voter Adhikar Yatra: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. ઔરંગાબાદ જઈ રહેલી આ રેલીમાં રાહુલ ગાંધીની ગાડીએ એક પોલીસકર્મીને ટક્કર મારી હતી. જેને સામાન્ય ઈજા થઈ હતી.
વોટર અધિકાર યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ જોડાયા છે. કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આજે આ રેલીમાં ઔરંગાબાદ જઈ રહ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી એક જનસભાને સંબોધિત કરવાના હતા. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીના ગંભીર આરોપો મૂકી રહ્યા હતા. યાત્રા દરમિયાન નવાદામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને લઈ જઈ રહેલા વાહને સુરક્ષામાં તૈનાતમાં પોલીસકર્મીને ટક્કર મારી હતી. પોલીસકર્મી નીચે પડી ગયો હતો. જેને અન્ય સુરક્ષા અધિકારીઓએ ઊભો કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ તેના ખબર અંતર પણ પૂછ્યા હતા.
ઝારખંડના નેતાઓ બિહાર પહોંચ્યા
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ભાજપ સાથે મિલીભગત હેઠળ વોટ ચોરીનો આરોપ મૂક્યો છે. આ આરોપો સાથે તેમણે વોટર અધિકાર યાત્રા શરુ કરી છે. ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ડઝન ગાડીઓના કાફલા સાથે આ યાત્રામાં જોડાયા છે. તેઓ આજે બિહાર પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેશવ મહતો કમલેશ, પૂર્વ અધ્યક્ષ રાજેશ ઠાકુર, મંત્રી દિપિકા પાન્ડે સિંહ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્યો, કાર્યકારી અધ્યક્ષ સહિત પક્ષના અનેક કાર્યકરો નવાદા પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી જનસભા સંબોધિત કરવાના છે.








