Get The App

સિદ્ધૂની પત્નીએ કેન્સરને આપી માત! નવજોતે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યો ડાયટ પ્લાન

Updated: Nov 23rd, 2024

GS TEAM

Google News
Google News
સિદ્ધૂની પત્નીએ કેન્સરને આપી માત! નવજોતે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યો ડાયટ પ્લાન 1 - image

Navjot Sidhu's wife beats cancer : લાંબા સમય સુધી કપિલ શર્મા શોનો હિસ્સો રહેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સને લઈને ચર્ચામાં છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમની પત્નીએ 4 સ્ટેજના કેન્સરને માત આપી છે અને હવે તે સંપૂર્ણપણે કેન્સર મુક્ત છે. જો કે તેમની આ સફર માનીએ તેટલી બિલકુલ સરળ ન હતી. આ સમય દરમિયાન ડોક્ટરોએ હાર માની હાથ અધ્ધર કરી લીધા હતા, પરંતુ નવજોત સિંધુની પત્ની પોતાની લાઈફ સ્ટાઈલ અને ડાયટ પ્લાનમાં ફેરફાર કરીને 40 દિવસમાં કેન્સરને માત આપી નવુ જીવન શરુ કર્યું છે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળના પાંચ મોટા કારણો, જાણો કયા કયા

સરકારી હોસ્પિલમાં સિદ્ધુની પત્નીને આપી સારવાર 

પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા સિદ્ધુએ જણાવ્યું કે, તેમની પત્નીની 40 ટકા સારવાર સરકારી હોસ્પિટલમાં થઈ હતી,એ પછી યમુનાનગરમાં થઈ છે. ડૉક્ટરે કહ્યું હતું કે,"સિદ્ધુ સાહેબ 5% પણ બચવાનો ચાન્સ નથી. 'મેટાસ્ટેસિસ' ચામડી સુધી આવી ગયો છે. ત્યાર બાદ અમેરિકાથી આવેલા મારા મિત્રના દીકરાએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. જો કે, આ દરમિયાન મેં ખૂબ જ અભ્યાસ કર્યો અને તેના વિશે રિસર્ચ કર્યું હતુ." 



હું દિવસમાં રોજના ચારથી પાંચ કલાક અમેરિકન ડૉક્ટરો અને આયુર્વેદ વિશે વાંચતો હતો. અને જ્યારે મને સમય મળતો ત્યારે મેં જે વાંચ્યું હોય તેના પર કામ કરતો. અને તેમાં  મારી દિકરીએ સાથે એક ચોક્કસ પ્રકારનો ડાયટ પ્લાન બનાવ્યો હતો. 

આ વસ્તુઓ સાથે બનાવ્યો ડાયટ પ્લાન

નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, "મારી પત્નીના ડાયટ પ્લાનમાંથી લોટ, દૂધની બનાવટો, સમોસા જલેબી, રોટલી, રિફાઈન્ડ તેલ બિલકુલ કાઢી નાખ્યું હતું અને તેના બદલે કેન્સરથી બચવા માટે ખાવાના સમયમાં અંતર રાખતાં હતાં, મીઠાઈઓ બિલકુલ નહોતા આપતાં. કાર્બોહાઈડ્રેટ ન ખાઈએ તો કેન્સરના કોષો આપો આપ મરી જાય છે. અને  સાંજે 6 થી 6.30 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરાવતા હતા અને સવારે 10 વાગ્યે લીંબુ પાણી પાણી આપીને બીજા દિવસની શરુઆત કરતાં હતાં."

આ પણ વાંચો : મહારાષ્ટ્રના ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીની હારથી કોંગ્રેસના મુખ્યાલય પર નિરાશાનો માહોલ, ઈવીએમ પર આરોપ

લીમડાના પાન, આમળા જેવી ખાટી વસ્તુઓની મદદ લીધી

આ ઉપરાંત તેઓ તેની સાથે કાચી હળદર, એક લસણ અને સફરજનની ચીપ્સ આપતા હતા. તેની સાથે સાથે પછી લીમડાના પાન, આમળા, બેરી જેવી 10-12 ખાટી વસ્તુઓની મદદ લેતા હતા. આ સિવાય અમે નવજોત કૌરના આહારમાં શું શું ઉમેર્યું તેના વિશે વાત કરી હતી. એટલું જ નહીં, સિદ્ધુએ પણ આ ડાયટ પ્લાન અપનાવ્યો હતો. જેનાથી તેની ફેટી લિવરની સમસ્યા દૂર થઈ અને તેમણે 25 કિલો વજન પણ ઘટાડ્યું છે.