પાંચમી વખત ઓડિસાના મુખ્યમંત્રી બન્યા નવીન પટનાયક
ભૂવનેશ્વર, તા. 29 મે 2019, બુધવાર
ચૂંટણી પુરી થઈ ગયા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી તો નવીન પટનાયકે ઓડિસાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. ઓડિસામાં આ વખતે લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ હતી, જેમાં નવીન પટનાયકની બીજેડીએ એક તરફી જીત મેળવી છે.
નવીન પટનાયકે આ સાથે પાંચમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ 5 માર્ચ 2000થી રાજ્યના મુખ્યમંત્રી છે. નવીન પટનાયતના કેબિનેટમાં કુલ 11 મંત્રીઓ અને 9 રાજ્યમંત્રી સામેલ છે. આ વખતે તેમના મંત્રીમંડળમાં દસ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યાં છે.
શપથ ગ્રહણ સમારોહમાં નવીન પટનાયકની બહેન ગીતા મહેતા પણ હાજર રહ્યાં હતા. નવીન પટનાયક ઉપરાંત પેમા ખાંડુ અરૂણાચલ પ્રદેશની કમાન સંભાળશે.