Get The App

યુવાનો મારા પરમ મિત્ર... ‘વિકસિત ભારત યુવા નેતા’ સંવાદમાં વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’

Updated: Jan 12th, 2025

GS TEAM

Google News
Google News
યુવાનો મારા પરમ મિત્ર... ‘વિકસિત ભારત યુવા નેતા’ સંવાદમાં વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’ 1 - image


National Youth Day 2025: આજે 19મી સદીના મહાન ધર્મગુરુ અને વિચારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. તેમની યાદમાં દેશમાં દર વર્ષે 12મી જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી કરાય છે. આ વર્ષે નવી દિલ્હીના ભારત મંડપમમાં ‘વિકસિત ભારત, યુવા નેતા’ સંવાદની થીમ પર યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં દેશના 1500 જેટલા યુવાનોએ કાર્યક્રમમાં સહભાગી બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કર્યા હતા. મહત્ત્વનું છે કે, ગુજરાતના 45 યુવાનોએ વડાપ્રધાન મોદી સમક્ષ વિકસિત ભારત અંગે વિચારો રજૂ કર્યા હતા.

'ભારતની યુવા શક્તિ ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગીઓ સાથે મુલાકાત કરી. સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારતની યુવા શક્તિ ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એક પ્રેરક મંચ તરીકે કાર્ય કરે છે, જે એક વિકસિત ભારતને આકાર આપવા માટે આપણા યુવાનોની ઊર્જા અને નવીન ભાવનાને એકજૂટ કરે છે.'

આ પણ વાંચો: ભારતની માગ સામે ઝૂક્યાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, પ્રજાસત્તાક દિવસે હાજરી બાદ પાકિસ્તાન નહીં જાય

'સ્વામી વિવેકાનંદને દેશના નવયુવાનો પર ખુબ ભરોસો હતો'

વડાપ્રધાને યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, 'સ્વામી વિવેકાનંદને દેશના નવયુવાનો પર ખુબ ભરોસો હતો. તેઓ કહેતા હતા કે મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, નવી પેઢીમાં છે. સ્વામીજી કહેતા હતા કે, મારા કાર્યકર્તા નવયુવાન પેઢીથી આવશે અને તેઓ દરેક સમસ્યાનું સમાધાન લાવશે. જેમ વિવેકાનંદજીનો તમારા પર ભરોસો હતો, મારો વિવેકાનંદજી પર ભરોસો છે, મને તેમની કહેલી તમામ વાત પર ભરોસો છે. ભારતની યુવા શક્તિની ઊર્જાથી આજે આ ભારત મંડપમ પણ ઊર્જાથી ભરાઈ ચૂક્યું છે, ઊર્જાવાન થઈ ગયું છે. આજે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદજીને યાદ કરી રહ્યો છે, તેમને પ્રણામ કરી રહ્યો છે.'

આ પણ વાંચો: કાશ્મીરની ‘Z મોડ ટનલ’ દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની, પ્રવાસીઓને પણ થશે ફાયદો

'યુવાનોથી મારો ખાસ મિત્રતા વાળો સંબંધ'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મારો દેશના યુવાનો સાથે ખાસ મિત્રતા વાળો સંબંધ છે. દોસ્તીની સૌથી મજબૂત કડી હોય છે વિશ્વાસ. મને તમારા પર ખૂબ વિશ્વાસ છે અને આ વિશ્વાસે મને માય ભારતની રચનાની પ્રેરણા આપી. આ વિશ્વાસે જ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો આધાર બનાવ્યો. મારો વિશ્વાસ કહે છે કે, યુવા શક્તિનું સામર્થ્ય ભારતને જલ્દીથી જલ્દી વિકસિત રાષ્ટ્ર બનાવશે.'


Tags :