For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહિદોનું બલિદાન બેકાર નહી જાય: વડાપ્રધાન મોદી

Updated: Feb 14th, 2019

શહિદોનું બલિદાન બેકાર નહી જાય: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે, હું આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું. તેમણે કહ્યું કે, સુરક્ષાદળોનું બલિદાન બેકાર નહી જાય. સમગ્ર દેશ શહિદોના પરિવારજનો સાથે ખંભેથી ખંભો મેળવીને ઊભો છે. આ હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેની કામના કરૂં છું.

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમારા જવાનોનું બલિદાન વ્યર્થ નહી જશે. તેમણે આગળ કહ્યું કે, જાબાંઝ શહિદોના દુ:ખી પરીવાર સાથે પુરો દેશ ખંભેથી ખંભો મેળવીને ઊભો છે. તેમણે ઘાયલો ઝડપીથી સ્વસ્થ થાય તેવી કામના કરી.

અન્ય એક ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેમણે ગૃહમંત્રી રાજનાથસિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી છે અને પુલવામા હુમલાની વિસ્તૃત જાણકારી મેળવી છે. તેમણે અધિકારીઓને સઘન તપાસ કરી અને ઘાયલોને પુરતી સારવાર ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ કર્યો છે.
Gujarat