VIDEO: 'વડાપ્રધાન બનેગી...', આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિએક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Priyanka Gandhi Viral Video: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ગુરુવારથી આસામના બે દિવસીય પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં સક્રિય થયેલા પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત પ્રસિદ્ધ શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન અને વિશેષ પૂજા સાથે કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીને એક બાબાએ આપેલા આશીર્વાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
મા કામાખ્યાના ચરણોમાં શીશ ઝુકાવ્યું
શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની સાથે સાંસદ ગૌરવ ગોગોઈ પણ હાજર હતા. મંદિરમાં પૂજન-અર્ચન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'હું અહીં માતાના આશીર્વાદ લેવા આવી છું. મા કામાખ્યા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં આવીને મને ખૂબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો છે.'
બાબાની ભવિષ્યવાણી અને પ્રિયંકાની પ્રતિક્રિયા
દર્શન બાદ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિર પરિસરમાં એક બાબાને મળ્યા, ત્યારે તે દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાબાએ પ્રિયંકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું કે, 'બાબા મહાકાલ અને ભૈરવનાથના આશીર્વાદ..આ વર્ષે બહેનનું કામ સફળ થશે, અમારી દીકરી વડાપ્રધાન બનશે.' બાબાની આ વાત સાંભળી પ્રિયંકા ગાંધીએ હસતા મુખે 'ઓહ' કહીને ત્યાંથી આગળ વધી ગયા હતા. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Watch: જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચ્યો, વીડિયો થયો વાઈરલ
મંદિરના દર્શન બાદ પ્રિયંકા ગાંધી ગુવાહાટી સ્થિત કોંગ્રેસ રાજીવ ભવન માટે રવાના થયા હતા. અહીં તેઓ બ્લોક કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે મહત્વની બેઠકો યોજી હતી. આ પ્રવાસથી પ્રિયંકા ગાંધી આસામમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની વ્યૂહનીતિ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.








