National News: દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયંશકરે પોલૅન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પોલૅન્ડના આતંકવાદને લઈને રહેલા વલણ પર કડક વાંધો ઉઠાવ્યો છે. જયશંકરે પોલૅન્ડના વિદેશમંત્રીને કહ્યું છે કે તેમના દેશે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ દેખાડવી જોઈએ, પડોશમાં વધી રહેલા આતંકવાદ(પાકિસ્તાન)ના માળખાને ખાતર પાણી દેવામાં મદદ કરવી ન જોઈએ.
સિલેક્ટિવ ટાર્ગેટ કરવું અયોગ્ય!
વિદેશમંત્રી એસ જયંશકરે પોલૅન્ડને રોકડું પરખાવતાં કહ્યું કે, 'અમે યુક્રેન સંઘર્ષ માટે હંમેશા પોતાના વિચાર દુનિયા સામે રાખ્યા છે, પણ ભારતને સિલેક્ટિવ ટાર્ગેટ કરવું અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે, આ સંપૂર્ણ રીતે પાયાવિહોણું છે, અને ફરી આજે કહું છું કે ભારત પોતાના હિતો સામે કોઈ પણ પ્રહારના બેવડા માપદંડનો સ્વીકાર નહીં કરે'
પોલૅન્ડે જમ્મુ કાશ્મીરનો કર્યો હતો ઉલ્લેખ
મહત્ત્વનું છે કે પોલૅન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ ઑક્ટોબરમાં કરેલી પાકિસ્તાન યાત્રા દરમિયાન સંયુક્ત નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો, અને કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના મુદ્દે અને પોલૅન્ડે યુક્રેન યુદ્ધ પર પોતાનો પક્ષ રાખ્યો, ભારતે ત્યારે જ પોલૅન્ડના આ વલણની નિંદા કરી હતી, હવે જ્યારે પોલૅન્ડના વિદેશમંત્રી ભારત પ્રવાસે ત્યારે બેઠકમાં આ મુદ્દો દિલ્હી તરફથી ઉઠાવવામાં આવ્યો હતો'
આતંકવાદ સામે મુકાબલો જરૂરી: પોલૅન્ડ
પોલૅન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કીએ પણ જયશંકરની વાત પર સહમતી બતાવી, અને કહ્યું કે મને જયપુર લિટરેરી ફેસ્ટિવલમાં હાજર રહીને ખુશી થઈ રહી છે, આ એક શાનદાર વૈશ્વિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, હું સરહદ પારના આતંકવાદ સામે મુકાબલો કરવાની જરૂરિયાત પર સહમત છું, પોલૅન્ડ આગચંપી અને આતંકવાદ બંનેનો શિકાર થઈ રહ્યું છે.
ટેરિફના મુદ્દા પર ભારતને સાથ
તો બીજી તરફ પોલૅન્ડના વિદેશમંત્રીએ એસ જયંશંકરની એ વાત પર સમર્થન જાહેર કર્યું કે જેમાં ભારતના વિદેશમંત્રીએ કહ્યું હતું કે અમેરિકા ખાસ દેશોને ટેરિફથી ટાર્ગેટ કરી રહ્યા છે, રાડોસ્લાવ સિકોર્સ્કીએ કહ્યું, ટેરિફથી અમુક દેશોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે વાત પર હું સહમત છું, અમને ડર છે કે વૈશ્વિક વેપાર ઉથલ પાથલનું રૂપ ધારણ કરી શકે છે. વધુમાં તેમણે કહ્યું છે તેમણે આશા છે કે યુરોપ સાથે ભારત આ ક્ષેત્રમાં જોડાણ યથાવત્ રાખશે, અમે જોયું છે કે ભારત યુરોપની દરેક જગ્યા પર દૂતાવાસ સ્થાપી રહ્યું છે જેનો અર્થ એ છે કે યુરોપિયન સંધ સાથે સંબંધને લઈને ભારત ખૂબ ગંભીર છે


