Get The App

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
New NEET Rules for Allied Healthcare Courses 2026


New NEET Rules for Allied Healthcare Courses 2026: ભારત સરકાર દ્વારા પેરામેડિકલના અને અલાઈડ હેલ્થકેરના વિવિધ 57 જેટલા કોર્સીસ માટે અલાયદા કમિશન(નેશનલ કમિશન ફોર અલાઈડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ)ની રચના કરવામાં  આવી છે, ત્યારે જુદી જુદી 10 કેટેગરીમાં સમાવાયેલા કોર્સીસમાંથી 16  જેટલા કોર્સીસ માટેની પ્રવેશ લાયકાતો-નિયમો કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ધો.12 ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી કોર્સમાં પ્રવેશ માટે નીટ નહીં લેવાય. માત્ર ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી એમ બે કોર્સ માટે જ નીટ લેવાશે એટલે આ કોર્સમાં નીટના આધારે પ્રવેશ અપાશે. આમ હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ છ કોર્સ માટે નીટ લેવાશે. જો કે આમ તો એનટીએ દ્વારા નર્સિંગ માટે પણ નીટ લેવાય છે પરંતુ ગુજરાતમાં નીટના આધારે નર્સિંગમાં પ્રવેશ થતા નથી.

નવી પ્રવેશ લાયકાતોની જાહેરાત

નેશનલ અલાઈડ હેલ્થકેર કમિશન, દ્વારા હાલ દસ કેટેગરીમાં વિવિધ યુજી, પીજી, ડિપ્લોમા અને પીએચડી સુધીના કોર્સીસમાં પ્રવેશ માટેની લાયકાતો-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ લેબોરેટરી એન્ડ લાઈફ સાયન્સ કેટેગરીમાં મેડિકલ લેબોરેટરી સાયન્સ, ટ્રોમા બર્ન કેર એન્ડ સર્જિકલ-એનેસ્થેસિયા કેટેગરીમાં ટ્રોમા એન્ડ બર્ન્સ, એનેસ્થેસિયા એન્ડ ઓપેરશન થીએટર ટેકનોલોજી, ફીઝિયોથેરાપી કેટેગરીમાં ફીઝિયોથેરાપી(યુજી-પીજી-પીએચડી), ન્યુટ્રિશન સાયન્સ કેટેગરીમાં ન્યુટ્રિશન એન્ડ ડીએટિક્સ, ઓપ્થેલમિક સાયન્સ કેટેગરીમાં ઓપ્ટોમેટ્રિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપી કેટેગરીમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, કમ્યુનિટી બીહેવિયરલ હેલ્થ કેટેગરીમાં સાયકોલોજિસ્ટ, બીહેવિયરલ એનાલિસ્ટ, મેડિકલ સોશિયલ વર્ક, સાયકિયાટિ સોશિયલ વર્ક કોર્સ માટે પ્રવેશ લાયકાત જાહેર કરાઈ છે.

કમિશન દ્વારા નવા નિયમો અને ડિગ્રીઓ અંગે UGCને પત્ર લખીને સ્પષ્ટતા

આ ઉપરાંત મેડિકલ રેડિયોલોજી કેટેગરીમાં રેડિયો એન્ડ ઈમેજિંગ ટેકનોલજીસ્ટિ, રેડિયોથેરાપી, મેડિકલ ટેકનોલોજિસ્ટ એન્ડ ફીઝિશિયન એસો.કેટેગરીમાં ફીઝિશિયન એસો. તથા ડાયાલિસિસ થેરાપી ટેકનોલોજિસ્ટ અને રેસ્પીરેટરી ટેકનોલોજિસ્ટ, હેલ્થ ઈન્ફો.મેનેજમેન્ટ કેટેગરીમાં હેલ્થ ઈન્ફો મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશની લાયકાતો જાહેર કરાઈ છે. કમિશને યુજીસીને પત્ર લખીને વિવિધ ડિગ્રી-ડિપ્લોમા-પીજી-પીએચડી કોર્સ માટે નવી લાયકાતો-નિયમો અંગે જાણ પણ કરી છે. 

આ પણ વાંચો: 1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

ત્રણ કોર્સમાં NEETની દરખાસ્ત રદ

આ ઉપરાંત કમિશને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પત્ર લખીને આગામી 2026ની નીટ  12  સાયન્સ પછીના યુજી ફીઝિયોથેરાપી તેમજ ઓક્યુપેશનલ થેરાપી કોર્સ માટે પણ લેવા અને તે માટેના નિયમો જાહેર કરવા જણાવ્યુ છે. અગાઉ ફીઝિયોથેરાપી, ઓક્યુપેશનેલે થેરાપી, ન્યુટ્રિશન, સાયકોલોજી અને ઓપ્ટોમટ્રી સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે નીટની દરખાસ્ત હતી પરંતુ સાયકોલોજી બીએમાં ગણવામાં આવતું હોય અને ઓપ્ટીટ્રીમાં મેથ્સ હોવાથી આ ત્રણ કોર્સમાં દરખાસ્ત પડતી મુકાઈ છે. 

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ 2 - image