India

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં 3 આતંકીઓને ઢાળી દીધા

By GS Team
12 Nov 20211 min read
This article was originally published on 12 Nov 2021
ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં 3 આતંકીઓને ઢાળી દીધા

નવી દિલ્હી,તા.12.નવેમ્બર,2021

જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં આવી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 3 આતંકીઓને ઢાળી દેવાયા છે.કુલગામમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે.જ્યારે સુરક્ષાદળોએ એક આતંકીઓને આજે ઢાળી દીધો છે.તેમની પાસેથી મોટા પાયે હથિયાર પણ મળી આવ્યા છે.

આ ત્રણ પૈકી શ્રીનગરમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ આમિર રિયાઝ તરીકે થઈ છે.જે પુલવામાનો રહેવાસી હતો.આ આતંકી આત્મઘાતી હુમલો કરવાની ફીરાકમાં હતો પણ એ પહેલા જ તેને સુરક્ષાદળોએ યમસદન પહોંચાડી દીધો છે.

કુલગામમાં માર્યા ગયેલા બે આતંકીઓ સિરાજ મૌલવી અને યાવર બટ્ટ સિવિલયન કિલિંગ અને રિક્રુટમેન્ટમાં સામેલ હોવાનુ સુરક્ષાદળો અ્ને પોલીસનુ કહેવુ છે.