નસીરુદીન શાહના નામે ફેક ટ્વિટર એકાઉન્ટ
ટ્વિટરમાં નસીરુદીન શાહના નામે જે એકાઉન્ટ છે તેમાં ૪૯ હજાર ફોલોઅર્સ
(પીટીઆઈ) મુંબઈ, તા. ૮
નસીરુદીન શાહના નામે ચાલતા ટ્વિટર એકાઉન્ટમાંથી થોડા દિવસમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ થતી હતી. જોકે, એ એકાઉન્ટ નસીરુદીન શાહનું નથી એવું તેમનાં પત્ની અને વરિષ્ઠ અભિનેત્રી રત્ના પાઠકે કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે આ બાબતે ટ્વિટરને અને સાઈબર ક્રાઈમને કહેવામાં આવ્યું હતું, પરંતુ એ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. નસીરુદીન શાહ ટ્વિટરમાં નથી એવું ભારપૂર્વક કહીને રત્ના પાઠકે ઉમેર્યું હતું કે એ એકાઉન્ટ બંધ થાય તે જરૃરી છે.
આ રીતે ભ્રમ ફેલાવીને નકલી એકાઉન્ટ્સથી નસીરુદીન શાહના નામે વિચારો વહેતા કરી દેવામાં આવે છે તે ગંભીર બાબત છે.
ટ્વિટરમાં નસીરુદીન શાહના નામે જે એકાઉન્ટ છે તેમાં ૪૯ હજાર ફોલોઅર્સ છે. એમાં નસીરુદીન શાહનો તાજેતરનો એક ઈન્ટરવ્યૂ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.