મોહરમ નિમિતે PM મોદીએ ઇમામ હુસૈનની શહાદતને કરી યાદ કહ્યુ, તેમના માટે ન્યાય સર્વોપરી હતો
નવી દિલ્હી, તા.30 ઓગષ્ટ 2020, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ઇમામ હુસૈન માટે ન્યાય અને સત્ય સર્વોપરી હતા.
પીએમ મોદીએ ટ્વીટ કરી કે, આપણે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી રહ્યા છીએ. તેમના માટે ન્યાય અને સત્ય સિવાય બીજુ કંઇ જ મહત્વપૂર્ણ નહોતુ. સમાનતા અને નિષ્પક્ષતા પર તેમનો ભાર નોંધપાત્ર છે અને ઘણાને તાકાત આપે છે.
ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ કેલેન્ડરના પહેલા મહિનાનું નામ મોહરમ છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનો છે. આ મહિનાથી મુસ્લિમોનુ નવુ વર્ષ શરૂ થાય છે. મોહરમ મહિનાની 10 તારીખને રોજ-એ-આશુરા કહેવામા આવે છે. આ દિવસે ઇમામ હુસૈનની શહાદત થઇ હતી. મોહરમને આ સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામા આવે છે. આને દુ:ખના મહિના તરીકે મનાવવામા આવે છે.
આજથી લગભગ 1400 વર્ષ પહેલા તારીખ-એ-ઇસ્લામમા કર્બલાનુ યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધમા તેમણે અસત્ય સામે સત્યની લડાઇ લડી હતી. આ યુદ્ધમા પેગમ્બર મહોમ્મદના નવાસે ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો શહીદ થઇ ગયા હતા.