Get The App

દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી, જુઓ લિસ્ટ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી, જુઓ લિસ્ટ 1 - image


PM Modi Awards: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી કરી છે. તે ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપ્યો છે. ઘાના સરકારે વડાપ્રધાન મોદીને 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના'થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો હતો.

અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ'થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું.

આ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું

દેશસર્વોચ્ચ નાગરિક સન્માન
સાયપ્રસગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ
સંયુક્ત આરબ અમીરાતઓર્ડર ઓફ ઝાયેદ
સાઉદી અરબઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સાઉદ
રશિયાઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ
મોરિશિયસગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન
ઇજિપ્તઓર્ડર ઓફ ધ નાઇલ
માલદીવ્સઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન
ભૂટાનઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો
બ્રાઝિલગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ
બહુરીનકિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસાં
પેલેસ્ટાઇનગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન
ફિજીકમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી
પાપુઆન્યુ ગિનીઓર્ડર ઓફ લોગોહુ
પલાઉઅબાકલ એવોર્ડ
નામિબિયાઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિત્શિયા મિરાબિલિસ
નાઇજીરિયાગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફેડરલ રિપબ્લિક
ટ્રિનિદાદ અને ટોબેગોઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો
તિમોર-લેસ્તેગ્રાન્ડ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તે
ડોમિનિકાડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
ઘાનાઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના
ગ્રીસગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
ગુયاناઓર્ડર ઓફ ધ ફ્રીડમ
કુવૈતઓર્ડર મુબારક અલ-કબીર
યુએસએલીજન ઓફ મેરિટ
અફઘાનિસ્તાનસ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન


મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો તરફથી પણ સન્માન

વર્ષ 2014 માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને ઘણાં દેશો તરફથી સન્માન મળી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ તેમને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. 

આ પણ વાંચો: ભારતમાં વરસાદી આફત: પૂર્વોત્તરમાં પૂર, ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન, દિલ્હી-NCRમાં ભારે ટ્રાફિક જામ

અત્યાર સુધીમાં 26 દેશોએ વડાપ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આમાં એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી 2016થી દર વર્ષે એક યા બીજા દેશમાંથી આ સન્માન મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પોતાને 'પ્રધાન સેવક' કહીને દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા છે.

Tags :